Team Chabuk-Special Desk: ટેલિકોમ કંપનીઓ દ્વારા વાર્ષિક પ્લાન આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જો તમે પણ Reliance Jio, Airtel, Vodafone Idea અને BSNL ના વાર્ષિક પ્લાન શોધી રહ્યાં છો તો અમે અહીં તમને આ કંપનીઓના સૌથી સસ્તા વાર્ષિક પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
Jio
આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 336 દિવસની છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સને 504 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Vodafone Idea
આ પ્લાનમાં યૂઝર્સને એરટેલના પ્લાનની જેમ બેનિફિટ્સ મળશે. તેમાં યૂઝર્સને 24 જીબી ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કંપની પ્લાનમાં 3600 એસએમએસની સુવિધા આપી રહી છે. આ સિવાય Vi Movies & TV Basic નું એક્સેસ આપવામાં આવી રહ્યું છે.
Airtel
આ કંપનીનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. તેમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે કંપની 3600 SMS ની સુવિધા પણ આપી રહી છે. સાથે પ્લાનમાં અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે જેમાં અપોલો, ફાસ્ટેગ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝિક સામેલ છે.
BSNL
આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. કિંમત પ્રમાણે તેની વેલિડિટી યોગ્ય છે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની દરરોજ 100 એસએમએસ પણ આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
