Team Chabuk-National Desk: સામાન્ય વાત છે કે એક જ પરિવારમાં અને એક નાના એવા ખોરડામાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો બીજા લોકોને પણ આવી શકે છે. જોકે એક બેદરકારીનો અને બેચેનીનો કિસ્સો સામે આવ્યો છે. એક કોરોના પોઝિટિવ સાસુએ પોતાની વહુને પોઝિટિવ કરી દીધી. એ પણ ગળે લગાવીને. હગ કરીને. ભેટીને. સાસુ ઉપર આરોપ લાગ્યો છે કે તેણે વહુને જબરદસ્તી ગળે લગાવી લીધી.
આ ઘટના તેલંગણાના સોમરીપેટા ગામડાની છે. વહુનો આરોપ છે કે કોરોના સંક્રમણનો શિકાર થયા બાદ સસુરપક્ષ તરફથી તેને કનડગત કરવામાં આવી હતી. તેને ઘરથી બહાર કાઢી નાખવામાં આવી. ત્યારે તેની બહેન તેને તેના પિયરે લઈ ગઈ. આ મહિલાના માતા પિતાનું ઘર રાજન્ના સિરસિલા જિલ્લાના થિમ્માપુર ગામમાં છે. મહિલા હજુ પણ આઈસોલેશનમાં રહી રહી છે. વહુની ઉંમર 25 વર્ષની છે.
વહુએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, મારી સાસુએ કહ્યું હતું કે, તમે લોકો મારા મૃત્યુ બાદ સુખી રહેવા ઈચ્છો છો, જ્યારે હું સંક્રમિત છું ત્યારે તારે પણ સંક્રમિત થવું જોઈએ. આમ કહીને તેને ગળે લગાવી લીધી હતી.
કોરોના સંક્રમિત થયા બાદ મહિલાએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે, તેની સાસુ એ વાતથી ચિંતિત હતી કે કોરોના પોઝિટિવ થયા બાદ પરિવારના દરેક લોકો તેનાથી અળગા રહી રહ્યા છે. તેને નોખી પાડી રહ્યા છે. સાસુને સમજ પ્રમાણે બધાથી અલગ રાખવામાં આવી હતી જેથી ઘરના અન્ય સભ્યોને કોરોના ન થાય, પણ સાસુને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. તેના પૌત્ર અને પૌત્રીઓને પણ તેની નજીક ફરકવા દેવામાં નહોતા આવતા. આ વાતથી લઈને તે ચિંતિત હતી અને વારંવાર ફરિયાદ કરી રહી હતી.
પરિવારની વહુની ઉંમર 25 વર્ષની છે અને તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. ત્યારથી તે સસરાના ઘરે રહી રહી છે. તેનો પતિ ઓડિશામાં ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. સાત મહિના પહેલા જ તે ત્યાં ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓએ વહુના ઘરની સમીક્ષા કરી હતી. એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે મહિલાને કોરોનાની દવાઓ આપી હતી અને એ પણ કહ્યું હતું કે, તમારે જો ફરિયાદ કરવી હોય તો લેખિતમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ કરી શકો છો.
તેલંગણામાં કોરોનાના આશરે 83 હજારથી વધારે કેસ છે. જેમાંથી 3,113 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેલંગણામાં મોટેરાઓ સિવાય બાળકોને પણ કોરોના તેની ઝપેટમાં લઈ રહ્યો છે. 2 જૂન બુધવારના રોજ અધિકારીઓ દ્વારા એ વાત સામે રાખવામાં આવી હતી કે 19 વર્ષથી ઓછી ઉંમરના 37 હજારથી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ગત્ત 15 ઓગષ્ટથી 15 નવેમ્બરની વચ્ચે આશરે 20 હજાર બાળકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યાં હતાં. જ્યારે દેશમાં કોરોનાના કુલ કેસ 84 લાખને પાર થઈ ચૂક્યા છે. જેમાંથી ત્રણ લાખ આડત્રીસ હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.
(તસવીર પ્રતિકાત્મક છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત