Homeગામનાં ચોરેમધ્યપ્રદેશ: શનિદેવની મૂર્તિ ચોરાયાની ફરિયાદ લખાવી અને પોલીસ યમરાજની મૂર્તિ પધરાવી ગઈ

મધ્યપ્રદેશ: શનિદેવની મૂર્તિ ચોરાયાની ફરિયાદ લખાવી અને પોલીસ યમરાજની મૂર્તિ પધરાવી ગઈ

Team Chabuk-National Desk: શનિદેવની મૂર્તિ ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. ચોરી બાદ પોલીસે પ્રતિમા તો શોધી કાઢી પણ શનિદેવની જગ્યાએ યમરાજની મૂર્તિ લઈ આવી. હવે પોલીસની પ્રશંસાની જગ્યાએ નિંદા થવાની જ છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે પોલીસે જે મૂર્તિ અમને સોંપી છે, તે શનિદેવની નહીં પણ યમરાજની છે.

અફરા તફરીમાં યમરાજની મૂર્તિ

21 જાન્યુઆરીના રોજ લહારના ભાટનતાલની પાસે બનેલા નવગ્રહ મંદિરમાંથી અજ્ઞાત ચોરોએ શનિદેવની મૂર્તિ ચોરી લીધી હતી. જેની માહિતી સ્થાનિક લોકો અને મંદિરના પ્રશાસને પોલીસને આપી. બે અઠવાડિયાનો સમય પસાર થયા બાદ લોકોમાં પનપી રહેલા આક્રોશને જોતા અફરા તફરીમાં પોલીસે રોન પોલીસ સ્ટેશનના જૈતપુરાના જંગલમાંથી એક મૂર્તિ શોધી કાઢી અને ગ્રામીણોને પરત આપી દીધી. જોકે મંદિરના ટ્રસ્ટનું કહેવું છે કે આ મૂર્તિ શનિદેવની નહીં પણ યમરાજની છે. તેમણે આ મૂર્તિ લેવાથી ઈન્કાર કરી દીધો હતો. હવે જ્યાં પણ આ સમાચાર પહોંચી રહ્યા છે ત્યાં લોકો ખડખડાટ હસી રહ્યા છે.

મંદિરની સાથે બેઠક કરવામાં આવશે

આ ઘટનાને લઈ જ્યારે લહાર એસડીઓપી અવનીશ બંસલને સવાલ કરવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે સ્થાનિક લોકો આને બીજી મૂર્તિ કહી રહ્યા છે. જોકે મંદિરના પુજારીએ આની ઓળખ કરી છે. મંદિરનું ટ્રસ્ટ હજુ મહિના પહેલા જ બન્યું છે. અને તેમની સાથે પણ જલ્દી જ બેઠક કરી ચર્ચા કરવામાં આવશે. આવનારા સમયમાં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા સંબંધી ચર્ચા થશે.

પોલીસને શનિદેવ અને યમરાજ વચ્ચેના તફાવતની પણ ખબર નથી

શનિ મંદિરના પુજારીએ પોલીસની એ વાતનું ખંડન કરતા જણાવ્યું કે પોલીસ દ્વારા લાવવામાં આવેલી મૂર્તિ શનિદેવની છે જ નહીં. આખી કમિટી કહી ચૂકી છે કે આ મૂર્તિ શનિદેવની નથી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા જલ્દી જ શનિદેવની અસલ મૂર્તિ શોધી કાઢવી જોઈએ. પોલીસે શોધી કાઢેલી મૂર્તિ અને મંદિરની અસલ મૂર્તિમાં કોઈ જાતની સમાનતા નથી દેખાઈ રહી. જે મૂર્તિ પોલીસે શોધી કાઢી છે તેમાં યમરાજ પાડા ઉપર બિરાજમાન થયેલા જોઈ શકાય છે. હાલ તો મૂર્તિને લઈ ઉકળેલા વિવાદને કારણે પ્રતિમાને લહાર પોલીસ સ્ટેશનના માલ વિભાગમાં રાખી દેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments