Homeગુર્જર નગરીભર ઉનાળે આ દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી

ભર ઉનાળે આ દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ચોમાસાની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ચોમાસાની સત્તાવાર હજુ વાર છે જો કે, હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે, આગામી 7મે થી 14મી મે વચ્ચે કચ્છમાં તેમજ રાજસ્થાનના ભોગમાં ધૂળિયું વાતાવરણ સર્જાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 7મે થી 14 મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમજ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. જેમાં ઓરિસ્સાના ભાગ, મધ્ય મહારાષ્ટ્રના ભાગ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આ દરમિયાન ઘણી વખત દિવસના ભાગમાં આકાશમાં એવા વાદળો ઘેરાશે જેના કારણે અંધારા જેવો માહોલ સર્જાશે.

ચોમાસાની શરૂઆત પહેલાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં કેસર કેરી માર્કેટમાં આવવાની શરૂઆત થઈ છે. ખેડૂતોને માર્કેટમાંથી સારા ભાવ મળવાની આશા છે. જો કે, અહીં પણ વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.

બીજી તરફ કમોસમી વરસાદના કારણે બેવડી ઋતુનો અનુભવ થશે. વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક સર્જાશે ત્યારબાદ બફારો પણ થશે. એટલે દિવસમાં ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુના અનુભવથી બીમારી પણ વધવાની શક્યતા છે. હાલ રાજ્યમાં કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ગામડાઓમાં પણ કેસ વધ્યા છે. ત્યારે નિષ્ણાતોએ લોકોને હેલ્ધી ખોરાક ખાવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, હાલ શરીરની ઈમ્યૂનિટી બૂસ્ટ કરે તેવો ખોરાક લેવો જ હિતાવહ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments