Homeગુર્જર નગરીઓક્સિજન લેવલ 73 પર પહોંચી ગયું છતાં મનો દિવ્યાંગ યુવકે કોરોનાને હરાવ્યો

ઓક્સિજન લેવલ 73 પર પહોંચી ગયું છતાં મનો દિવ્યાંગ યુવકે કોરોનાને હરાવ્યો

Team Chabuk-Gujarat Desk: મક્કમ મનોબળ અને યોગ્ય સારવારથી કોરોનાને પણ હરાવવો શક્ય છે. આ વાતને સાબિત કરી છે રાજકોટના 21 વર્ષના મનો દિવ્યાંગ યુવક પાર્થ આણંદપરાએ. પાર્થે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં રહીને કોરોનાને હરાવ્યો છે.

પાર્થના પિતા અમોલ આણંદપરા જણાવે છે કે, ‘૨૧ વર્ષનો પાર્થ અમારું એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનો દિવ્યાંગ હતો. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત પાર્થનો સીટી સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઈ. ઓકિસજન લેવલ ૭૫ થી ૭૩ સુધીનું થઈ ગયુ. એટલે રાતો રાત સમરસના કોરોના કેર સેન્ટરમાં દાખલ કરવો પડ્યો. પાર્થ મનો દિવ્યાંગ હોઈ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના થયો. એટલે પાર્થ સાથે હું પણ સમરસ હોસ્ટેલના કોરોના કેર સેન્ટરમાં દાખલ થયો અને અમે બન્ને પિતા-પુત્રએ સાત દિવસ સુધી સમરસમાં સારવાર લીધી અને હવે કોરોનામુકત બન્યા છીએ.’

પાર્થના ૪૯ વર્ષના પિતા અમોલ આણંદપરા વધુમાં કહે છે કે ‘સમરસમાં ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને  પિતા-પુત્રને રજા અપાઈ. આજે અમે બંને સંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો શ્રેય સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.’

મનો દિવ્યાંગ પાર્થની સતત દેખરેખ કરતાં તેમના પિતા અમોલભાઈને પણ કોરોનાના લક્ષણો હતા. જોકે તેઓએ ત્રણ વાર કોરોના ટેસ્ટ કરાવેલા. પરંતુ રિપોર્ટ નેગેટિવ જ આવતા હતા. અંતે તેમણે ફેફસાનો સીટી સ્કેન કરાવ્યો. જેમાં તેઓને પોતાને પણ સંક્રમણ આવ્યું હતું. 

અમોલભાઈ અને તેમના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. આ દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનો દિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ આ દંપતિ તેમની સેવા આપે છે.

સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઈ કહે છે કે,  ‘સરકારી કોવિડ હોસ્પિટલમાં હોવાથી મારા પરિવારજનોની મારા ભોજન કે ખર્ચની પણ ચિંતા ન હતી. અમને સવાર સાંજ ચા ગરમ નાસ્તો અને બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન હોસ્પિટલમાંથી જ પ્રાપ્ત થતું હતું. જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. અમારી સમયસરની યોગ્ય સારવાર માટે અમે સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સ, અટેન્ડન્ટ,  સફાઈ  સ્ટાફ વગેરેના આભારી છીએ.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments