Homeગુર્જર નગરીકોરોના વેક્સિનની કામગીરી જોઈ પ્રધાનમંત્રીએ શું કહ્યું ?

કોરોના વેક્સિનની કામગીરી જોઈ પ્રધાનમંત્રીએ શું કહ્યું ?

સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે. વિશ્વના અનેક દેશો કોરોનાની રસીની શોધમાં લાગ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત કરી છે.

અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એમણે મુલાકાત લીધી હતી. ભારત કોવિડ-19 સામેની લડતના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે પ્રધાનમંત્રીની આ સુવિધા સ્થળની મુલાકાત અને વૈજ્ઞાનિકો સાથેની ચર્ચા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસો, પડકારો અને રોડમેપનો પ્રથમ દૃષ્ટિનો પરિપ્રેક્ષ્ય મેળવવામાં ઘણુ મદદરૂપ થાય એવું મનાય છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલા દ્વારા સ્વદેશી ડીએનએ આધારિત રસી વિકસાવવામાં આવી રહી છે, તે વિશે વધુ જાણકારી મેળવવા અમદાવાદના ચાંગોદરમાં આવેલા. ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધા બાદ ટ્વીટર ઉપર તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે વધુ જાણવા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. હું તેમનું આ કાર્ય અને પ્રયત્નો કરનારી ટીમના વખાણ કરું છું. તેમના આ પ્રયત્નોમાં સાથ આપવા માટે ભારત સરકાર સક્રિય રીતે કાર્ય કરી રહી છે.

PM મોદીએ ઝાયડસની મુલાકાત દરમિયાન તજજ્ઞો પાસેથી વેક્સિન અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાને ઝાયડસ પ્લાન્ટના રીસર્ચ વિભાગની રૂબરૂ મુલાકાત કરી વૈજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી હતી. 

પ્રધાનમંત્રીએ હૈદરાબાદની પણ કરી મુલાકાત

પીએમ મોદીએ હૈદરાબાદના ભારત બાયોટેક પ્લાન્ટની મુલાકાત બાદ ટ્વિટ કરી જાણકારી આપતા જણાવ્યું હતું કે, હૈદરાબાદની ભારત બાયોટેક સુવિધામાં તેમને દેશી કોવિડ-19 રસી વિશે માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીના પરીક્ષણોમાં પ્રગતિ માટે અભિનંદન આપ્યા છે. તેમની ટીમ ઝડપી પ્રગતિ માટે આઇસીએમઆર સાથે મળીને કામ કરી રહી છે.

પુણેમાં મુલાકાત લઈ શું કહ્યું ?

અમદાવાદ અને હૈદરાબાદ પછી પ્રધાનમંત્રી પુણેની મુલાકાતે પહોંચ્યા હતા અને કોરોનાની વેક્સિનની ગતિવિધિ અંગે માહિતી લીધી હતી. પ્રધાનમંત્રીએ ટ્વીટરના માધ્યમથી જનતાને જણાવ્યું હતું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ટીમ સાથે સારી વાતચીત કરી હતી. તેઓએ તેમની અત્યાર સુધીની પ્રગતિ વિશેની વિગતો શેર કરી હતી કે તેઓ કેવી રીતે રસી ઉત્પાદનમાં આગળ વધવાની યોજના ધરાવે છે. તેમની ઉત્પાદન સુવિધા ઉપર પણ નજર નાખી.

અમદાવાદમાં PMની ઝલક માણવા લોકો ટોળે વળ્યા

કોરોના કાળના કારણે છેલ્લા 9 માસથી માર્ગો પર પહેલા જેવી ચહલ પહલ નથી દેખાતી. લોકો કામથી કામ રાખીને પોતાના ઘરમાં જ રહેવાનું પસંદ કરતા થયા છે. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઝાયડસના પ્લાન્ટમાં કોરોના વેક્સિનની સ્થિતિ જાણવા આવ્યા ત્યારે સ્થાનિક રહેવાસીઓની સ્થિતિ તો કંઈક અલગ જ દૃશ્ય દર્શાવી રહી હતી.

પીએમ મોદી પ્લાન્ટની  મુલાકાત બાદ બહાર આવ્યા ત્યારે ચાંગોદર વિસ્તારના લોકો તેમની એક ઝલક માણવા એકઠા થઈ ગયા હતા. માત્ર રસ્તાઓ પર નહીં પરંતુ અગાસી, છાપરા, રવેશમાં લોકો પરિવાર સાથે પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે આતુર હતા.

નાગરિકોનો આવો પ્રેમ જોઈને પીએમ પણ અનાદર ન કરી શક્યા. વડાપ્રધાને રસ્તા વચ્ચે ઉભી દુરથી હાથ હલાવી નાગરિકોના અભિવાદ ઝીલ્યા હતા. એક વર્ષ બાદ નાગરિકોનો આવો પ્રેમ ગુજરાતમા જોવા મળ્યો હતો. પીએમ મોદીની અભિવાદન મેળવતી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments