બેટા ચાબુક તને ખબર ઉત્તર ભારતના ખેડૂતો દિલ્હી કૂચ કરવા આગળ વધી રહ્યા છે. સરકારે ભલે ખેડૂતો પર સુરક્ષા જવાનોના હાથે ગમે તેટલા પાણીના બંબાથી પ્રહાર કરાવ્યા હોય. લાઠીઓ ફટકારી હોય, પરંતુ ખેડૂતોએ પોતાની માનવતા નથી ભૂલી હો. જે સુરક્ષા જવાનો તેમના પર પાણી અને લાકડીથી પ્રહાર કરતા હતા તેમને પોતાના હાથથી ભોજન પણ કરાવ્યું.
This one is the best @satishacharya ❤️ pic.twitter.com/5fPvbU2kmP
— Sakshi Joshi (@sakshijoshii) November 28, 2020
ખરેખર અન્નદાતાને સલામ છે હો, આજે ખેડૂતોના પ્રદર્શન વખતે ટિકરી બોર્ડર પર એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી જેને ખેડૂતોએ તરત જ રસ્તો આપી દીધો અને એમ્બ્યુલન્સને આગળ જવા દીધી. વિરોધ પ્રદર્શન કરવું પણ બીજાને નુકસાન ન પહોંચે એ પણ જોવું જોઈએ. એ વાત આ ખેડૂતો સમજી રહ્યા છે.
‘કેમ ગોવા બાપા રડવા જેવા થઈ ગયા ?’
‘શું કરું ચાબુક, આ દેશનો અન્નદાતા કેટલો મહાન છે એ વિચારે જ મારી આંખમાં ઝળઝળીયા લાવી દીધા.’
અખિલેશે ભાજપને લીધી ત્રાંસે હાથે
‘ત્રાંસે હાથ કેમ ગોવાબાપા?’
‘હવે આડેહાથ તો બધા પત્રકારો લખે હું ત્રાંસે હાથે લખું. નવો ચીલો ચાતરું છું.’
અખિલેશ યાદવે આજ પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું ચાબુક કે, ભાજપ જેટલું સારું ખોટું કોઈ બોલી ન શકે. તેમણે આ વાત ઉત્તર પ્રદેશની યોગી સરકારને લઈને કહી હતી. જ્યાં લવ-જેહાદનો કાયદો આવી રહ્યો છે. અખિલેશે કહ્યું કે, એ લોકો દસ હજાર મેગાવોટની વિજળી ઉત્પન્ન કરવાની વાતો કરી રહ્યા છે. એમને ખબર છે એ શું બોલી રહ્યા છે. જો કાયદો જ બનાવવો હોય તો એવો કાયદો બનાવી દો જેનાથી ખેડૂતોની આવક ડબલ થાય. સમાજવાદી પાર્ટી આવા કોઈ કાયદાના પક્ષમાં નથી. સપા આનો વિરોધ કરશે.
વધુમાં તો તેઓ આઝમ ખાનને પણ મેદાનમાં લાવ્યા કે, અહીં તો એક અધિકારી બીજા અધિકારીને ફસાવી રહ્યો છે. આ સરકાર માત્ર આઝમ ખાનને હેરાન કરવાનું કામ કરે છે.
મીડિયા સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે, જ્યારે સરકાર આંતર જ્ઞાતિય અને આંતર ધાર્મિક લગ્ન માટે પૈસા આપે છે તો પછી કાયદાની જરૂર જ શું કામે છે. મુખ્યમંત્રી આ વાત હૈદરાબાદમાં બોલશે તો લોકો સમજી નહીં શકે. તેમની ઠોકો નીતિને પણ લોકો સમજી નથી શકતા.
સાલા ચીનીયાવ
‘કાં આવું બોલો ગોવાબાપા?’
ચીનના કેટલાક વૈજ્ઞાનિકો એવો દાવો કરી રહ્યા છે કે ભારતના કારણે કોરોના ફેલાયો. તેઓ કહે છે કે સૌ પ્રથમ ભારતમાં કોરોના વાઈરસ ફેલાયો. હવે ભારતમાં કોરોના વાઈરસ ફેલાયો હોય તો અહીંથી તમારા ડોહલાવ બધા ભાગે. એને બદલે બધા અહીં આશરો શોધતા હતા. જોકે ડોબા જેવા શાંઘાઈ ઈન્સ્ટીટ્યુટ ફોર બાયોલોજિકલ સાયન્સના વૈજ્ઞાનિકોની વાત ચીનના જ બીજા વૈજ્ઞાનિકો સાચી ઠેરવતા નથી. તેઓ નથી જાણતા કે ચીનના જ એક ડોક્ટરે પહેલા જ કહી દીધેલું કે, આવો વાઈરસ આપણે ત્યાંથી જ આવે છે બચીને રહેજો. અને તેનું પણ કોરોનાના કારણે મોત થયેલું.
ચીનીયાવના કેટલાક વૈજ્ઞાનિકો કહે છે ચાબુક કે, ભારત અથવા તો બાંગ્લાદેશમાંથી કોરોના વાઈરસ ફેલાયો છે. ઉપરથી એમ કહે છે કે, ભારતમાં યુવાનો અને પ્રદૂષણનું સ્તર વધારે હોવાના કારણે કોરોના વાઈરસની આવી સ્થિતિ સર્જાય હોવી જોઈએ. તને શું લાગે ચાબુક….
‘મને નહોતી ખબર ચીનમાં પણ મુન્નાભાઈ ડિગ્રીધારકો રહે છે.’
જોકે ચીનીયાવ પોતે જેવું તેવું પેટમાં પધારે છે. વુહાનની લેબમાં પ્રયોગો કરતા રહે છે. આખા જગતને ખબર છે કે વાઈરસ ત્યાંથી જ ફેલાયો છે. જોકે આ પહેલી વાર નથી ચાબુક. પોતાને ત્યાં થોડો કાબુમાં આવ્યો અને અમેરિકામાં ફેલાઈ ગયો ત્યારે આરોપ લગાવેલો કે આ તો અમેરિકામાંથી ફેલાણો છે. પછી ઓલા ટ્રમ્પે આ વાઈરસને કવિની જેમ નવું તખલ્લુસ આપ્યું, ‘ચાઈનીઝ વાઈરસ’
ટ્રમ્પ આવું બોલતા અને ટ્વીટરમાં લખતા ત્યારે કેટલાક ગુજરાતી પત્રકારો તેનો વિરોધ કરી રહ્યા હતા કે, એક વાઈરસને કોઈ દેશ સાથે ન જોડાય, આ તો હવે જગત આખાની સમસ્યા થઈ ગઈ છે. આમ કહેવા પાછળનું કારણ એ કે ટ્રમ્પને ક્યાં ગુજરાતી આવડે છે? તે એ ગુજરાતી પત્રકારો સામે બથોડા લેવાનો.
કાલ સવારે ઊંઠીને આ લોકો કહેશે કે વાઈરસ તો ભગરીના કારણે ફેલાયો.
‘આ ભગરી કોણ ? કોઈ દેશ છે ?’
‘ના ભગરી મારી ભેંસ.’
પાવર પંચ
વિદ્યા બાલન ચાબુક….. એ શેરની ફિલ્મનું મધ્યપ્રદેશમાં શૂટિંગ કરી રહી હતી. મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહે એમની સાથે ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ભોજન કરવા વિદ્યાબેન ન આવ્યા તો એમણે શૂટિંગ રોકાવી દીધું. જોકે શૂટિંગ પાછું ચાલુ થઈ ગ્યું હો.
‘લ્યો ગોવાબાપા વનમંત્રી ને વિદ્યા બાલન સાથે ભોજન કરવું છે. એમને હજુ ગીરના સિંહ પણ ત્યાં જ લઈ જવા છે ને ? હવે એને કંઈ કામ છે કે નહીં ?’
આખી વાત તો સાંભળ. શેરની ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું. વનમંત્રી તેમને મળ્યા પણ ખરાં. તેમણે ડિનર કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ વિદ્યા બાલને ના પાડી દીધી, કારણ કે તે મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી. ડિનર માટે આવી ન શકે. બીજા દિવસે રાબેતા મુજબ શૂટિંગ શરૂ થવાનું હતું. ત્યાં શૂટિંગના સ્થળે જ ગાડીઓ રોકી દેવામાં આવી અને શૂટિંગ અટકી પડ્યું. આ વાતની ખબર ઉપર સુધી ગઈ એટલે તુરંત પાછું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. વનમંત્રી વિજય શાહે તો ચોખવટ કરી છે કે, ગાડીઓ તો જનરેટરના કારણે રોકવામાં આવી હતી.
‘હા મોજ હા.’
‘હા મોજ હા.’
રંગ છે સોનુભાઈને
હે ચાબુક તને તો ખ્યાલ છે ને કોરોનામાં લોકડાઉનના સમયે સોનુ સુદે જનતાની કેટલી મદદ કરેલી. લોકો તો કહેતા હતા કે સોનુ સુદ હવે તો ગમે ત્યાંથી ચૂંટણી લડે જીતી જ જાય. જોકે રાજકારણમાં આવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. એમને તો બસ મદદ કરીને મજા આવે છે. સોનુ સુદે ફરી અમનજીત નામના એક છોકરાની મદદ કરી, જે છેલ્લા 12 વર્ષથી બીમારીથી પીડાતો હતો. સોનુએ તેની ન્યૂરો સર્જરી માટે મદદ કરી અને તે અગિયાર કલાકની સર્જરી પછી સાજો થઈ ગયો.
Amanjeet is on the path of recovery. It was 11 hours long meticulous neurosurgery. Thanks @SonuSood @GovindAgarwal_ Sir for concern and taking continuous telephonic update during surgery and discussing soon after operation! Kindly pray for his speedy recovery! https://t.co/5v5iwNIVaM pic.twitter.com/tv2w7Uy4Z2
— Dr Ashwani Kumar (@DrAshwa47867629) November 27, 2020
‘કાં તમને શું થયું ?’
‘એલા મેઘાણી હોત તો સોનુ સુદ ઉપર મેં માર્યું એ જ શીર્ષક સાથે કથા લખેત હો…. રંગ છે સોનુભાઈને…’
(દેશ-વિદેશના સમાચાર જાણો નવા અવતાર અને અંદાજમાં ગોવાબાપાની અનુભવી કલમે.)
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા