Team Chabuk-Gujarat Desk: અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં બેઠેલા ‘પહેલવાનો’ના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરીને બસ રોકીને કેન્દ્ર સરકાર સામે નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવિણસિંહ વનોલે કહ્યું હતું કે કેન્દ્રમાં બેઠેલી સરકાર દ્વારા જે લોકોએ દેશનું નામ રોશન કર્યું છે તેઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે, દેશ માટે ‘પહેલવાનો’ એ મેડલો જીત્યા છે, દુનિયાભરમાં ભારત દેશનું નામ રોશન કર્યું છે, હાલની કેન્દ્ર સરકાર પણ આંખ આડે હાથ દઈ દીધા છે. અને ‘પહેલવાનો’ને અન્યાય કરી રહી છે. યુવા કોંગ્રેસની માંગ છે કે પહેલવાનોનું શોષણ કર્યું છે તેઓને તાબડતોડ જેલના હવાલે કરવામાં આવે તેવું તેઓએ જણાવ્યું હતું અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જરએ કહ્યું હતું કે ‘પહેલવાનો’ને ન્યાય નહીં મળે તો યુવા કોંગ્રેસ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. ‘પહેલવાનો’ના સમર્થનમાં બસ રોકો આંદોલન કરીને કેન્દ્ર સરકારની આંખ ખોલવાની કોશિશ કરી હતી.

જ્યારે અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ જયમન શર્માએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનું નામ રોશન કરનારોને અન્યાય કરીને દેશ વિરોધી કામ કરી રહી છે. પહેલવાનો ન્યાયની માંગ સાથે સુત્રોચાર કરવામાં આવ્યા
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, દાણીલીમડા વિધાનસભાના યુવા કોંગ્રેસના પ્રમુખ ઇમરાન શેખ અને NSUIના પ્રદેશ મંત્રી વિક્રમસિંહ ગોહીલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
