HomeUncategorizedબુટલેગરનો નવો કીમિયોઃ રાજકોટમાં ટ્રેક્ટરના ટ્રેલરમાં નીચે દારૂ છુપાવ્યો અને ઉપર દેશી...

બુટલેગરનો નવો કીમિયોઃ રાજકોટમાં ટ્રેક્ટરના ટ્રેલરમાં નીચે દારૂ છુપાવ્યો અને ઉપર દેશી ખાતર ભર્યું

Team Chabuk-Gujarat Desk: પોલીસ પકડથી દુર રહેવા માટે બુટલેગરો નીતનવા કીમિયા અપનાવતા હોય છે. દારૂની હેરાફેરીમાં બુટલેગરો ભલભલાને ચક્કર ખવડાવે તેવી જગ્યાએ દારૂ છુપાવી દેતા હોય છે. ત્યારે રાજકોટમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. ટ્રેકટરના ટ્રેલરમાં દેશી છાણીયા ખાતરની નીચે છુપાવીને લઈ જવાઈ રહેલો દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂની 960 બોટલ જપ્ત કરી છે.

shed

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI બી.ટી.ગોહિલ તેમજ ASI બલભદ્રસિંહ જાડેજા સહિત ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ નજીક હાઇ-વે પર એક વ્યક્તિ નંબર પ્લેટ વગરના ટ્રેકટરમાં ખાતર ભરીને નીકળશે, જેમાં ખાતરની આડમાં દારૂ છુપાવેલ છે. જેથી ચોક્કસ બાતમીવાળું ટ્રેકટર નીકળતા તેને અટકાવી તપાસ કરતાં ખાતરની નીચે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રેકટર સહિત ચાલકને અટકાવી ક્રાઇમ બ્રાન્ચ લઇ જઈને પૂછપરછ કરતા ટ્રેકટરમાં ખાતરની આડમાં દારૂ છુપાવેલો મળી આવ્યો હતો. ટ્રેક્ટરના ટ્રેલરમાં કુલ 960 બોટલ એટલે કે કુલ 80 પેટી વિદેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રેકટર સહિત કુલ 10.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અનવરખાન ઉર્ફે અનિલ મીર (ઉ.વ.26)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments