Homeગુર્જર નગરીરાજકોટમાં પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ દીકરા-દીકરીની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યા કરી...

રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ દીકરા-દીકરીની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાંથી એક કંપારી છૂટી જાય તેવો બનાવ સામે આવ્યો છે. માતાએ પોતાના બે સંતાનોની હત્યા (murder) કર્યા બાદ પોતે પણ આત્મહત્યા (suicide) કરી લીધી છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરનો આ બનાવ છે. જ્યાં એક સગી માતાએ પોતાના એક દીકરા અને એક દીકરીને ગળે ટુંપો દઈને હત્યા નિપજાવી અને ત્યારબાદ પોતે એસિડ પીને આત્મહત્યા કરી લીધી. પતિના ત્રાસના કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ માલવિયાનગર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતી મનીષા પરમાર નામની મહિલાએ ગઈકાલે રાત્રે પોતાના દીકરા ભાર્ગવ (ઉં.વ.3) અને દીકરી ઇશિતા (ઉં.વ.6 માસ)ની હત્યા નીપજાવ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મનીષાબેન સાગરભાઈ પરમાર (ઉં.વ.27) પતિ સાગરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં બાળકોની હત્યા નીપજાવ્યા બાદ પોતે એક વીડિયો બનાવી પતિ સામે આક્ષેપ કરી પોતે પણ આત્મહત્યા કરતી હોવાનો વીડિયો ફેસબુક સ્ટેટ્સ પર મૂક્યો હતો. જો કે, આ સ્ટેટ્સ પાડોશીએ જોતા તેઓ, તુરંત ઘર પર દોડી ગયા હતા. જ્યાં દરવાજો તોડી જોતા મનીષાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

shed AD

બનાવ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બન્ને બાળકો તેમજ મનીષાબેનના મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મનીષાબેને આત્મહત્યા કરતા પહેલા બનાવેલા વીડિયોમાં પતિ સાગરનો ત્રાસ હોવાનું કહેતા પોલીસે સાગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ ફેસબુક સ્ટેટ્સ પર શેર કરેલા વીડિયોમાં તે જણાવી રહી છે કે, હું ખુદ મરી જાવ છું, આ પાછળ જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. એ પોતે છોકરીઓ સાથે આવી રીતે મારીને હેરાન કરે છે અને પૈસા પડાવે છે. સાંઈબાબા ચોક ખાતે સરકારી દવાખાનાની ઉપર રહે છે તે જવાબદાર છે. હું મરી જાવ છું મારા બેય છોકરાવને પણ મારી નાખું છું. મારા માતા-પિતા કે અન્ય કોઈ નહીં મારો ઘરવાળો સાગર પરમાર જવાબદાર છે. હું છૂટું કરવા ગઈ હતી પણ માલવિયાનગર પોલીસે સમજાવીને જવા દીધા હતા. મારા બેય છોકરાવને મારી નાખ્યા છે, હવે હવે હું એસિડ પીને મરી જાવ છું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments