ક્રિકેટમાં ખેલાડીઓને પોતાની ભૂલના કારણે અનેકવાર ટ્રોલ થવાનો વારો આવે છે. મેદાન પર એક ખેલાડીની ભૂલ ટ્રોલર્સ માટે ક્રિકેટરોની મજાક ઉડાવવા કાફી છે. એટલે જ મોટાભાગના ખેલાડીઓ ભૂલ કરતા બચે છે અને મેદાનમાં પણ સાવધાન રહે છે. જો કે, ગમે તેટલા સાવધાન રહો ટ્રોલર્સ કોઈને કોઈ મોકો શોધી જ લે
છે.
આવું જ તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદી સાથે બન્યું. તેની એક ભૂલના કારણે તે ખૂબ ટ્રોલ થયો. બીજો ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સનો શેરફેન રધરફોર્ડ છે. જે પાકિસ્તાન સુપર લીગમાં કરાંચી કિંગ્સ તરફથી રમવા પહોંચ્યો હતો. આ બંને ખેલાડીઓએ એવી ભૂલ કરી કે તેઓ ચર્ચાનો વિષય બની ગયા. અને ટ્રોલર્સે તેમને મન ભરીને ટ્રોલ કર્યા.
શેફરન રધરફોર્ડ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં પાકિસ્તાન પહોંચ્યો હતો. એરપોર્ટ પર તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં મેદાન પર પણ તે મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોવ્સમાં જોવા મળ્યો. જેને લઈને ટ્રોલર્સે રધરફોર્ડ સહિત ટીમને શબ્દોરૂપી ચાબુક ફટકારી. ટ્રોલર્સે કરાંચી કિંગ્સને પણ ન મુકી. કેટલાક ટ્રોલર્સે ખેલાડીઓને જર્સી અને ગ્લોવ્સ અપાવવાની સલાહ પણ આપી.

એક યુઝર્સે લખ્યુ કે, રધરફોર્ડ કરાચી કિંગ્ઝ તરફથી રમે છે અને ગ્લોવ્સ મુંબઈના વાપરે છે. બીજાએ લખ્યું કે, PSL વાળા પોતાના ઈક્વિપમેન્ટથી એક લીગ નથી ચલાવી શકતા અને કહે છે કે PSL IPLથી મોટી લીગ છે.
રધરફોર્ડે કરાંચીની ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. પહેલા ક્વાલિફાયર મેચમાં મુલ્તાન સુલ્તાન સામે રધરફોર્ડની મહત્વની ભૂમિકા રહી હતી. આ મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. સુપર ઓવરમાં પણ રધરફોર્ડે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. રધરફોર્ડના 11 રનની મદદથી મુલ્તાન સુલ્તાનને કરાચીએ 14 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ જ મેચના કારણે આફ્રિદી પણ ખુબ ટ્રોલ થયો. PSLમાં પાકિસ્તાનનો પૂર્વ ખેલાડી આફ્રિદી મુલ્તાન સુલ્તાન તરફથી રમ્યો હતો. આફ્રિદી જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તે નવી ડિઝાઈનની હેલ્મેટ પહેરીને આવ્યો. આફ્રિદીના નવા હેલ્મેટની ગ્રીલમાં બદલાવ હતો. તેના હેલ્મેટના સયા થોડા બહાર હતા. અને તે મોઢા તરફ જતા હતા. હેલ્મેટમાં વચ્ચે થોડી જગ્યા પણ રહેતી હતી. એટલે કે જો ભૂલથી પણ હેલ્મેટમાં દડો વાગ્યો હોત તો આફ્રિદીને દિવસે તારા દેખાઈ જવાના નક્કી હતા.

આફ્રિદીનું આવુ હેલ્મેટ જોઈને કોમેન્ટેટર્સ વાજીદ ખાન અને જોન્ટી રોડ્સ પણ ચોંકી ગયા હતા. વાજીદ ખાને કહ્યું હતું કે, ‘આ પહેલાં મે આવી ગ્રિલ વાળુ હેલ્મેટ ક્યારેય નથી જોયુ.’ જો કે, જોન્ટીએ આફ્રિદીની તરફેણ કરી હતી. જોન્ટીએ કહ્યું કે, એવું હોઈ શકે છે કે,આવું હેલ્મેટ પહેરવાથી બેટ્સમેનને ફાયદો થઈ શકે છે. બેટ્સમેન બોલરના હાથને કોઈ આડસ વગર સીધો જોઈ શકે છે કે બોલર પોતાના હાથને કેવી રીતે ફેરવે છે. અથવા તો બોલ ફેંકવામાં કેવી ચાલાકી કરી રહ્યો છે.

તો એક ટ્રોલર્સે કહ્યું કે, આફ્રિદીનું હેલ્મેટ જેમાંથી બોલ આસાનીથી પસાર થઈ જાય. એક ટ્વીટર યુઝર્સે કહ્યું કે, આફ્રિદીના હેલ્મેટની ગ્રીલ ખુબ ખતરનાક છે. તે પોતાને જ ઈજા પહોંચાડી શકે છે. બહુ ખરાબ.

આ મેચમાં આફ્રિદી લાંબા સમય સુધી પીચ પર ટકી શક્યો ન હતો. તે મુલ્તાન સુલ્તાન માટે નંબર 7 પર બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે 12 બોલમાં એક છગ્ગાની મદદથી માત્ર 12 રન જ ફટકાર્યા હતા. આ મેચ સુપર ઓવર સુધી ગઈ હતી. અને જીત કરાંચીના ખાતામાં ગઈ હતી. હાલમાં જ IPL પુરી થઈ છે. IPLમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં હેલ્મેટના કારણે બેટ્સમેન બચ્યો હોય. આવી ઘટનાઓને લઈને જ ખુદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ICCમાં બેટ્સમેન માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા અપીલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત