Homeદે ઘુમા કે69 દિવસ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયામાં, આ એક ટેસ્ટ માથાનો દુખાવો બનશે

69 દિવસ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયામાં, આ એક ટેસ્ટ માથાનો દુખાવો બનશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27 ડિસેમ્બરથી વન ડે, ટી-20 અને ટેસ્ટ મેચનો જંગ જામશે. પ્રથમવાર ભારત અને ઓસ્ટ્રેલિયા ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ રમશે. 17થી 21 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા એડિલેડના ઓવલ ગ્રાઉન્ડમાં ટકરાશે.

ડે નાઈટ ટેસ્ટ મેચનો બોલ સામાન્ય ટેસ્ટ મેચના પિંક બોલ કરતા થોડો અલગ હશે. ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ડે-નાઈટ રમાશે. બાકીની ત્રણ મેચ મેલબોર્ન, સિડની અને ગાબામાં પરંપરાગતરૂપે રમાશે. ચર્ચા એવી છે કે આ મેચમાં દર્શકો હાજર રહી શકે છે. મેચમાં 27 હજાર દર્શકોને પણ એન્ટ્રી મળી શકે છે. સ્ટેડિયમની ક્ષમતા કરતા આ અડધી ક્ષમતા છે. કોરોનાના કારણે આ નિર્ણય લેવાયો છે.

ભારતીય ટીમનો કુલ 69 દિવસનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે. જેમાં ક્વોરેન્ટાઈનનો પિરિયડ પણ સામેલ છે. ભારતીય ટીમ હાલ તારીખ 12 નવેમ્બરથી ક્વોરેન્ટાઈન છે.

ટેસ્ટ માટે ચેતેશ્વર પૂજારા મહત્વનો ખેલાડી છે. ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મુદ્દે પૂજારાએ કહ્યું કે, પિંક બોલથી ભારતીય ટીમ પહેલીવાર લાઈટ નીચે રમશે. જે ઓસ્ટ્રેલિયાઈ બોલર્સના પેસ અને બાઉંસ માટે આસાન નહીં હોય.

ઓસ્ટ્રેલિયાઈ પિંક બોલથી રમવું એક અલગ પ્રકારનો પડકાર છે. કેમ કે પેસ અને બાઉન્સ ચેન્જ થઈ જાય છે. અમે ઓસ્ટ્રેલિયામાં પિંક કોકાબુર્રા બોલથી રમીશું અને આ બાંગ્લાદેશ સામેના મુકાબલાવાળા બોલથી બહુ અલગ છે. જેટલી વધુ પ્રેક્ટીસ કરીશું એટલું ટીમ માટે સરળ રહેશે

ચેતેશ્વર પૂજારા

ભારતે હજુ સુધી એક જ ડે-નાઈટ ટેસ્ટ મુકાબલો રમ્યું છે. ગયા વર્ષે બાંગ્લાદેશ વિરૂદ્ધ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મુકાબલો જીતી લીધો હતો. જો કે, ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમને હરાવવી ભારત માટે આસાન નહીં હોય.

બીજી તરફ કોરોના વિલન બનીને પાછળ પડ્યો છે. એક ખાનગી રિપોર્ટ પ્રમાણે હાલ એડિલેડમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે એડિલેડને હોટસ્પોટ ઝોન જાહેર કરાયો છે. જો કે, આયોજકોએ દાવો કર્યો છે કે હાલ તંત્ર ડે-નાઈટ ક્રિકેટની તૈયારીમાં લાગ્યું છે અને તે બિલકુલ સાચી દિશામાં જઈ રહ્યું છે.

એડિલેડમાં અત્યાર સુધીમાં સરેરાશ ચાર કેસ આવી રહ્યા હતા. પરંતુ સોમવારે અચાનક 18 કેસ આવતા એડિલેડ તંત્ર દોડતુ થઈ ગયું છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, તસ્માનિયા અને ધ નોર્થન ટૈરિટરીની સરકારે પોતાની સીમા સીલ કરવાનો નિર્ણય કર્યો છે. તો ક્વીઝલેન્ડથી એડિલેટ આવતા દરેક લોકો માટે બે અઠવાડિયાનો ક્વોરેન્ટાઈન પિરિયડ નક્કી કરાયો છે. એટલે કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓને પણ ક્વોરેન્ટાઈન રહેવું પડશે.

ટેસ્ટ મેચ પહેલાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે અને ટી-20નો જંગ જામશે. ઓસ્ટ્રેલિયા સાથે ભારત 4 ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ પણ રમશે.

ક્યારે કઈ મેચ ક્યા રમાશે ?

તારીખવારસ્થળફોર્મેટ
27 નવેમ્બરશુક્રવારસિડનીવન ડે
29 નવેમ્બરરવિવારસિડનીવન ડે
2 ડિસેમ્બરબુધવારકૈનબરાવન ડે
4 ડિસેમ્બરશુક્રવારકૈનબરાટી-20
6 ડિસેમ્બરરવિવારસિડનીટી-20
8 ડિસેમ્બરમંગળવારસિડનીટી-20
17થી 21 ડિસેગુરૂથી સોમએડિલેડટેસ્ટ( ડે-નાઈટ)
26થી 30 ડિસેશનિથી બુધમેલબર્નટેસ્ટ
7થી 11 જાન્યુગુરૂથી સોમસિડનીટેસ્ટ
15થી 19 જાન્યુશુક્રથી મંગળબ્રિસ્બેનટેસ્ટ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments