Team Chabuk-Gujarat Desk: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ફરજીયાતપણે અમલ થાય તે માટે પાટણ જિલ્લાના મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા બેઠક યોજવામાં આવી. મદદનીશ કલેક્ટરની સુચના અનુસાર એક સપ્તાહ સુધી જનજાગૃતિ બાદ પણ માસ્કનો ફરજીયાત ઉપયોગ ન કરનાર સામે આગામી સપ્તાહથી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિશ્વના વિવિધ દેશોમાં નોવેલ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોન વાયરસ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે ત્યારે પાટણ પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા મામલતદાર, નગરપાલિકા ચીફ ઑફિસર તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કોવિડ ગાઈડલાઈન તથા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી માટે તાકીદ કરી હતી.
મદદનીશ કલેક્ટરની સુચના અનુસાર આ સપ્તાહમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃતિ કેળવવામાં આવશે. આવતા સપ્તાહથી પોલીસ વિભાગ તથા નગરપાલિકા દ્વારા ડ્રાઈવ યોજી માસ્ક ન પહેરવા બદલના દંડ વસુલ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત