Team Chabuk-Cinema Desk: બોલિવુડ ઉદ્યોગ જગત જો મોટા બજેટની ફિલ્મોનું નિર્માણ કરે છે તો સ્પષ્ટ છે હીરો-હીરોઈન યંગ અને પ્રતિષ્ઠિત લેવાના, ભલે તે અભિનયની દૃષ્ટીએ પ્રતિષ્ઠિત ન હોય! એમાં વચ્ચે કોઈક એવા કલાકારનો પ્રવેશ થઈ જાય જેનો અભિનય હ્દયને હચમચાવી મૂકે. જેનો અભિનય મીમ બનાવવા મજબૂર કરે. જેને સ્ક્રિન પર વારંવાર જોવાની મહેચ્છા થયા કરે. પણ એ ચહેરો ખૂબ ઓછો દેખાય.
ગઈ કાલે મિર્ઝાપુર વેબ સિરીઝમાં લલિતનું પાત્ર ભજવી ઘરે ઘરે લોકપ્રિય થયેલા અભિનેતા બ્રહ્મા મિશ્રાનું નિધન થઈ ગયું. અભિનેતા દિવ્યેંદુ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની માહિતી આપી હતી. બ્રહ્મા મિશ્રાની વય 36 વર્ષની હતી. વર્સોવામાં આવેલા તેમના ઘરના બાથરુમમાં કોહવાયેલી સ્થિતિમાં તેઓ મળી આવ્યા. વર્સોવા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રિપોર્ટ એ તરફ ઈશારો કરી રહી છે કે લલિત જ્યારે બાથરૂમમાં હતો ત્યારે તેને હ્રદયરોગનો હુમલો આવી ગયો.
અભિનેતા બ્રહ્મા મિશ્રા છેલ્લા ચાર વર્ષથી એપાર્ટમેન્ટમાં ભાડેના ફ્લેટમાં એકલા રહેતા હતા. પોલીસે જણાવ્યું કે તેમને વર્સોવા ઈનલાખસ સોસાયટીમાંથી અજીબ દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદનો ફોન આવ્યો હતો. જ્યારે તેઓ બ્રહ્માના ફ્લેટમાં પહોંચ્યા તો ફ્લેટ અંદરથી બંધ હતો. પોલીસે ડુપ્લિકેટ ચાવીની મદદથી ફ્લેટનું બારણું ખોલ્યું. જ્યારે પોલીસ દરવાજો ખોલી અંદર પહોંચી તો બ્રહ્માનો દેહ કોહવાયેલી સ્થિતિમાં મળ્યો. તેમનો મૃતદેહ અર્ધનગ્ન સ્થિતિમાં હતો.
29 નવેમ્બરના રોજ બ્રહ્મા મિશ્રાને છાતીમાં દુખાવો થતો હતો. તેઓ ડોક્ટરની પાસે ચેકઅપ માટે ગયા હતા. ડોક્ટરે તેમને ગેસની દવા આપી ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જે પછી બ્રહ્મા મિશ્રા તેમના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. 2 ડિસેમ્બરના રોજ મુંબઈના વર્સોવા ખાતે આવેલા ફ્લેટમાં તેમની કોહવાયેલી લાશ મળી આવી. બ્રહ્માના મૃતદેહનું પોસ્ટમોર્ટમાં કપૂર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તેમના ભાઈ સંદીપના જણાવ્યા અનુસાર, અભિનેતાની મોતને પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના રૂપે દાખલ કરી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.
અભિનેતા તરીકે તેમની કોઈ લાંબી કારકિર્દી નહોતી રહી. 2013માં તેમણે ફિલ્મ ચોર ચોર સુપર ચોરથી અભિનેતા તરીકે પ્રવેશ કર્યો. અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં કામ કર્યું, પણ ખ્યાતિ પ્રાપ્ત થઈ મિર્ઝાપુર વેબ સિરીઝમાં મુન્નાભૈયાના પાક્કા મિત્ર લલિતના રોલમાં. જેના મીમ્સ રોજ આંખોની સામે આવ્યા રહેતા હતા. લલિત મનોજ બાજપેયીને પોતનો આદર્શ માનતો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
