Team Chabuk-Gujarat Desk: ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસાની મોસમમાં સરીસૃપો દેખા દે એ સામાન્ય વાત છે. ત્યારે આજે જૂનાગઢના (junagadh) કેશોદમાં (keshod) એક અજીબ ઘટના સામે આવી હતી. જૂનાગઢના કેશોદના શેરગઢમાં (shergadh) એક અજગર (python) જોવા મળ્યો હતો. અજગરનું રેસ્ક્યૂ કરતાં સમયે અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્ક્યૂ (rescue) સમયે અજગર ગળી ગયેલો નોળિયા બહાર કાઢે છે.
અજગર મોટા મોટા પશુ અને પ્રાણીને પણ ગળી શકવાની ક્ષમતા ધરાવે છે. અનેક વખત આવા બનાવો સામે આવતા રહે છે. એવું પણ માનવામાં આવે છે કે અજગર એક વખત કોઈ પશુ-પ્રાણી કે જીવ જંતુને ગળી જાય પછી ભાગ્યે જ તેને બહાર કાઢે છે. પરંતુ આ હકીકતથી વિપરિત ઘટના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામે સામે આવી છે. શેરગઢ ગામે એક અજગરે ગળી ગયેલા નોળિયાને બહાર કાઢ્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા અને હાલ આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગરમાં અજગરે દેખા દેતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યા બાદ વન વિભાગની ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા માટે કૃષ્ણનગર આવી પહોંચી હતી. છ ફૂટ લાંબા અજગરના રેસ્ક્યૂ દરમિયાન એક અજીબ ઘટના જોવા મળી હતી. રેસ્ક્યૂ સમયે અજગરે અંદર ગળી ગયેલા નોળિયાને બહાર કાઢ્યો હતો. અજગરનું રેસ્ક્યૂ જોવા ઉમટેલા ગ્રામજનોને પણ આ દ્રશ્યો જોઈને કૂતુહલ જાગ્યું હતું.
અજગરનું આ દિલધડક રેસ્ક્યૂ જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પ્રકૃતિ પ્રેમીઓ અને ગામ લોકો પણ માની રહ્યા છે અજગર ભાગ્યે જ કોઈ ગળી ગયેલી વસ્તુ બહાર કાઢે છે. ત્યારે શેરગઢના કૃષ્ણનગરમાં જોવા મળેલી ઘટના લોકોને પણ અજીબ લાગી રહી છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ લોકોને જોવા મળતી હોય છે. અજગરના રેસ્ક્યૂના દિલધડક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે અને શેરગઢ ગામનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
જૂનાગઢના કેશોદના શેરગઢ ગામે અજગરે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો, viral video#Python pic.twitter.com/zNw0c7SdQo
— thechabuk (@thechabuk) July 21, 2021
વન વિભાગની ટીમે છ ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગના નિયમો પ્રમાણે એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય સરીસૃપો રહેણાક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. પરંતુ કેશોદના શેરગઢમાં અજગરના રેસ્ક્યૂ દરમિયાન અજગરે ગળી ગયેલા નોળિયાને બહાર કાઢતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત