Team Chabuk-Gujarat Desk: કોરોનાની આફતમાં મારામારી છે. બેડ નથી મળતા. રેમડેસિવિર નથી મળતી. ઓક્સિજન નથી મળી રહ્યું. લોકો હોમ ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે, પણ ક્યાંય જોવા ન મળે તેવા સમાચાર સુરેન્દ્રનગરમાં સામે આવી ગયા છે. અહીં બોગસ કોવીડ સેન્ટર ઝડપાયું છે.
વાત છે સુરેન્દ્રનગરના ચોટીલાની. સુરેન્દ્રનગરની આસપાસના કેટલાક વિસ્તારોમાં કોરોના સતત વકરી રહ્યો છે. જેના કારણે કેટલાક ડોક્ટરો જનતાની મજબૂરીનો લાભ ઊઠાવી રહ્યા છે. ચોટીલામાં આ લાભ ઉઠાવનારા ડોક્ટરનું નામ છે મેરુ કુમાર ખાણીયા. જેમણે શિવશક્તિ હોટલ ભાડે રાખી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કોવીડ સેન્ટર ઊભું કરી દીધું.
આ વાતની જ્યારે આરોગ્ય વિભાગના ડો.ઉપાધ્યાય સાહેબને જાણ થઈ તો તેમણે પણ આ બોગસ કોવીડ સેન્ટરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. એટલે કે રેડ પાડવાનું નક્કી કર્યું. આ માટે ચોટીલા પોલીસની ટીમને પોતાની સાથે રાખી ડોક્ટરની બોગસ કોવીડ સેન્ટરની જગ્યા પર અધિકારીઓએ દસ્તક આપી હતી. અચાનક ડોક્ટર ઉપર આવેલી તપાસના કારણે અહીં ભાગમભાગ મચી જવા પામી હતી.
રેડ પાડતા ખબર પડી કે મોટા મોટા ઓક્સિજનના સિલિન્ડરની સાથે અને પાર્કિંગમાં પણ ઓક્સિજન ચાલું રાખી અહીં ડોક્ટર શ્રી તો દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હવે જ્યારે લોકો આટલા ધક્કા ખાય છે ત્યારે આ ડોક્ટર આટલી માતબર સંખ્યામાં ઓક્સિજન ક્યાંથી લાવ્યો તેની ચોટીલા પોલીસ તપાસ કરી રહી છે.
25 બેડ તો આરામથી ભરાઈ ગયા
સુરેન્દ્રનગરના જ પાટડીની જો વાત કરવામાં આવે તો કોવીડ મહામારીએ લોકોને કેટલા હેરાન કરી દીધા છે તેનું અહીં આંકડાકીય પ્રમાણ મળ્યું છે. પાટડીમાં વીસ બેડની વ્યવસ્થા પૂર્ણ પડતી ન હોવાના કારણે સંસ્થાઓના સહયોગથી અન્ય પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે 25 બેડ તો રમત રમતમાં ભરાઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત