Homeદે ઘુમા કેરવિન્દ્ર જાડેજાના રિએક્શન પર ગોઠવાયું ગીતા રબારીનું આ ગીત, વીડિયો વાયરલ, મિમ્સ...

રવિન્દ્ર જાડેજાના રિએક્શન પર ગોઠવાયું ગીતા રબારીનું આ ગીત, વીડિયો વાયરલ, મિમ્સ જોઈને પણ હસવાનું નહીં રોકી શકો

Team Chabuk-Sports Desk:  IPL સિઝન 14નો રંગ જામ્યો છે. સિઝનના 12મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 45 રને મ્હાત આપી. આ મેચનો હીરો આપણો ગુજરાતી રવિન્દ્ર જાડેજા રહ્યો. રવિન્દ્ર જાડેજાએ જ્યારે ટીમને જરૂર હતી ત્યારે એક જ ઓવરમાં રાજસ્થાન રોયલ્સને બે ઝટકા આપ્યા આ મેચમાં તેણે ફીલ્ડિંગમાં પણ કમાલ કરી. મેચમાં તેણે ચાર કેચ ઝડપ્યા.

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સના ઓપનર મનન વોહરા, રિયાન પરાગ, ક્રિસ મોરિસ અને જયદેવ ઉનડકટનો કેચ પકડ્યો હતો. આ ઉપરાંત તેણે જોસ બટલર અને શિવમ દુબેને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જાડેજાએ એક જ ઓવરમાં બંને ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઈનિંગની 12મી ઓવરમાં જાડેજાએ ટીમને આ બે મોટી સફળતા અપાવી હતી.

મેદાન પર સ્ફૂર્તિમાં જોવા મળતા જાડેજા પાસેથી ટીમને હંમેશા સારી ફીલ્ડિંગની આશા હોય છે. અને તે તેમાં ખરો પણ ઉતરે છે. રાજસ્થાન રોયલ્સ સામે પણ જાડેજાએ પોતાનું 100 ટકા યોગદાન આપ્યું. આ ઉપરાંત તે મેદાન પર અલગ પ્રકારે ઉત્સાહ વ્યક્ત કરવામાં પાછો નથી પડતો. મેદાન પર તેની અલગ પ્રકારની મસ્તી તેના ફેન્સને પણ ગમે છે.

12મા મુકાબલામાં જાડેજાએ કંઈક આવી જ રમૂજ કરી હતી જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. રાજસ્થાનના ખેલાડી જયદેવ ઉનડકટનો કેચ પકડ્યા બાદ જાડેજાએ અલગ પ્રકારે જ જશ્ન મનાવ્યો હતો. પહેલાં જાડેજાએ ચાર આંગળીઓ બતાવી હતી. ત્યારબાદ કાન પર હાથ રાખી ફોન લગાવવાનો ઈશારો કર્યો હતો. ફેન્સ જડ્ડુના રિએક્શન બાદ ટ્વીટર પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે જાડેજાએ ચાર આંગળી વડે ઈશારો કરી ચોથો કેચ પકડ્યો એવું કહ્યું તો કોઈ કહી રહ્યું છે કે તેણે ટીમને IPLના ચોથા ખિતાબ માટે ઈશારો કર્યો. જડ્ડુના આ રિએક્શન પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.

જાડેજાના આ રિએક્શને કોઈ ગીતા રબારીનું અમે ગુજરાતી લહેરી લાલા ગીત પણ જોડી દીધુ છે જે પણ ગુજરાતમાં ખુબ વાયરલ થઈ રહ્યું છે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર રમૂજી મિમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. મિમ્સ પર એક ફેન્સે લખ્યું છે કે, શું તમારે બેસ્ટ ઓલરાઉન્ડરની જરૂર છે ?  ડૉ.ખુશ્બુ નામની એક ટ્વીટ યુઝર્સે પણ લખ્યુ છે કે, આપને શું જોઈએ છે રન્સ, વિકેટ, રનઆઉટ, કેચ કે પછી રન બચાવવા છે ?

જાડેજા આ ક્લબમાં સામેલ

ચાર કેચ પકડતાની સાથે જ જાડેજા IPLમાં એક ઈનિંગમાં સૌથી વધુ કેચ પકડનારા ખેલાડીઓ સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગયો છે. એખ ઈનિંગમાં  સૌથી વધુ કેચ ઝડપવાનો રેકોર્ડ સચિન તેંડુલકર, વોર્નર, જૈક કાલિસ, રાહુલ તેવટિયા, ડેવિડ મિલર, ફાફ ડુ પ્લેસિસના નામે છે. આ લિસ્ટમાં હવે જાડેજાનું નામ પણ ઉમેરાયું છે. આ તમામ ખેલાડીઓએ એક ઈનિંગમાં ચાર કેચ પકડ્યા છે.

પંજાબ વિરૂદ્ધ પણ જાડેજાએ ફીલ્ડિંગમાં કમાલ કરી હતી.    જાડેજાએ પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલને ડાયરેક્ટ થ્રો કરી રન આઉટ કર્યો હતો. જેના કારણે રાહુલને માત્ર 5 રન બનાવી મેદાન છોડવું પડ્યું હતું.  ત્યારબાદ ક્રિસ ગેલનો શાનદાર કેચ પણ પકડ્યો હતો.જાડેજા આ પહેલાં પણ પોતાના રિએક્શનના કારણે ચર્ચામાં આવી ચુક્યો છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments