Homeતાપણુંરાહુલ ગાંધીની સજા પર સ્ટે મામલે 13 એપ્રિલના રોજ થશે સુનાવણી

રાહુલ ગાંધીની સજા પર સ્ટે મામલે 13 એપ્રિલના રોજ થશે સુનાવણી

Team Chabuk-Political Desk: મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં આજે રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવ્યા હતા. માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ દાખલ કરવા હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી જામીન મળ્યા છે. ત્યારે સજા પર સ્ટે મામલે 3 મેના રોજ સુનાવણી થશે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પર સુરત આવ્યા હતા. રાહુલ ગાંધીના આગમનને લઈને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો કોર્ટની બહાર એકઠાં થયા હતા અને રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

રાહુલ અને પ્રિયંકાની સાથે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સુરત આવી પહોંચ્યા હતા. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સુરત આવ્યા હતા. આ સિવાય પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ રાહુલના સમર્થનમાં સુરત પહોંચ્યા હતા.

આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ગયા શુક્રવારે એટલે કે 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી.

મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરની અટક  મોદી જ કેમ હોય છે?  રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો. જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ  માનહાનિ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments