Homeગુર્જર નગરીહવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ

Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગની આગાહી વચ્ચે શિયાળામાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વના વિસ્તારમાં કરા પડ્યા છે. સામાન્ય વરસાદની સાથે કરા પડ્યા છે.

ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. વડોદરા શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments