Homeગામનાં ચોરેસુખોઈ-મિરાજ અથડાયાં, એક મુરૈનામાં અને બીજું ભરતપુરમાં પડ્યું, એક પાઇલટનું મોત, હચમચાવતો...

સુખોઈ-મિરાજ અથડાયાં, એક મુરૈનામાં અને બીજું ભરતપુરમાં પડ્યું, એક પાઇલટનું મોત, હચમચાવતો વીડિયો આવ્યો સામે

Team Chabuk-National Desk: સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાઈ ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. એકબીજા સાથે અથડાયા બાદ બંને પ્લેન બે અલગ-અલગ જગ્યાઓ પર પડ્યા હતા. એક પ્લેન મધ્યપ્રદેશના મુરૈનાના પહાડગઢમાં અને બીજું રાજસ્થાનના ભરતપુરમાં તૂટી પડ્યું હોવાની વાત જણાઈ રહી છે. દુર્ઘટનામાં ક્રેશ થયેલાં બંને ફાઈટર જેટે ગ્વાલિયરના એરબેઝથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે.

સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ડિફેન્સનાં સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના મુરેનામાં ફાઈટર પ્લેન ક્રેશ થયાં હતાં. એરફોર્સનું સુખોઈ-30 MKI અને એક મિરાજ-2000 ક્રેશ થયું છે. બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

હાલમાં જ મળતી માહિતી મુજબ મુરૈનાના કલેક્ટરે જણાવ્યું છે કે ત્રણમાંથી બે પાઇલટને બચાવી લેવામાં આવ્યા છે. અત્યારસુધીની મળતી માહિતી મુજબ, બંને પ્લેન બે અલગ-અલગ જગ્યા પર પડ્યાની આશંકા જણાઈ રહી છે. એક પ્લેન રાજસ્થાનના ભરતપુરમાં અને બીજું મધ્યપ્રદેશના મુરૈનામાં ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. જોકે હતી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. દુ્ર્ઘટનાની જે તસવીરો સામે આવી રહી છે, એમાં કેટલીક એવી તસવીરો પણ છે, જેથી કેટલાકનાં મોતની આશંકા પણ સેવાઈ રહી છે.

રાજસ્થાનના ભરતપુરના DSP અજય શર્માએ જણાવ્યું હતું કે અમને સવારે 10 થી સવા દસ વાગે પ્લેન ક્રેશ થયાની માહિતી મળી હતી. જ્યારે અને ઘટનાસ્થળે પહોંચ્યા તો જાણવા મળ્યું કે તે એરફોર્સનું ફાઈટર જેટ છે. જો કે કાટમાળને જોતા જાણી શકાયું નહીં કે તે કયું ફાઈટર પ્લેન છે. હજી સુધી તેના પાયલટ બાબતની પણ કોઈ જાણકારી મળી શકી નથી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments