Homeગુર્જર નગરીપ્રેમ સંબંધ રાખનારી યુવતીની પરિવારે ઠંડે કલેજે હત્યા કરી, લાશને દફનાવી દીધી...

પ્રેમ સંબંધ રાખનારી યુવતીની પરિવારે ઠંડે કલેજે હત્યા કરી, લાશને દફનાવી દીધી ! પ્રેમીએ કરી ન્યાયની માગ

Team Chabuk-Gujarat Desk: નવસારીનો એક ચોંકાવનારો અને હ્રદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના અબ્રામાં ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. અહીં યુવતીના પ્રેમ સંબંધ વિશે જાણ થતાં યુવતીના પરિવારે પહેલાં તેની ઠંડા કલેજે હત્યા કરી અને બાદમાં તેને આંખમાં એક પણ આંસુ વગર દફનાવી પણ દીધી હોવાનો દાવો છે.
નવસારીના અબ્રામા ગામમાં રહેતી સાહિસ્તા નામની યુવતી સાથે બ્રિજેશ પટેલ નામનો યુવક છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. સાહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સાહિસ્તા શોધવા લાગ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશને માર મારવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

આ સમયે સાહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. ત્યારે સાહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સાહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, ‘તું મને લઈ જા’ અને ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે, ‘તું સાહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે.’

દાવો છે કે, બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સાહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સાહિસ્તાને પોતાની કારમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સાહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને રવાના કરી દીધો હતો. બીજા દિવસે બ્રિજેશને જાણ થઈ કે સાહિસ્તાની હત્યા કરી દેવાઈ છે. એટલું જ નહીં તેને દફનાવી પણ દેવામાં આવી છે.

આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. બ્રિજેશ સાહિસ્તાના મોત અંગે તટસ્થ તપાસની માગણી કરી છે અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ વગર જ યુવતીના મૃતદેહને દફન કરી દેવાયો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા પણ બ્રિજેશે માગણી કરી છે.બ્રિજેશે પોલીસને આપેલી અરજીમાં જે આરોપીઓના નામ લખ્યા છે તેમા કેટલાક લોકો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાંનો એક આરોપી જુગારધામ ચલાવતો હોવાનો પણ દાવો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments