Homeગુર્જર નગરીરાજકોટ: પિતાએ દરવાજો ખોલી જોયું તો નરાધમ 15 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ...

રાજકોટ: પિતાએ દરવાજો ખોલી જોયું તો નરાધમ 15 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો

Team Chabuk-Gujarat-Desk: રાજકોટમાં રહેતી એક 15 વર્ષીય સગીરાના પિતાનો મોબાઈલ ફોન એક દિવસ રણક ઉઠે છે. પિતા ઉંડી ઉંઘમાં હોય છે એટલે પુત્રી ફોન ઉપાડે છે અને પુત્રી કંઈ બોલે તે પહેલા તો સામેથી અવાજ આવે છે, ‘હું તને પ્રેમ કરું છું…’ અને ફોન કપાય જાય છે.

એક સંતાનના પિતાએ 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ રાજકોટ યુનિવર્સિટી રોડ પોલીસ ચોકીએ નોંધાવતા, આ નરાધમ ઢગાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપી પર પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો એવી છે કે રાજકોટ યુનિવર્સિટી રોડ ખાતે આવેલ પોલીસ મથક પર એક પિતાએ પોતાની પુત્રી પર છ મહિનાથી દુષ્કર્મ આચરાતું હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. દુષ્કર્મ આચરી હવસ સંતોષનારો બીજો કોઈ નહીં પણ ફરિયાદીના ભત્રીજાનો પાડોશી પરબત હતો. જે એક સંતાનનો પિતા છે.

પિતા પોતાની પુત્રીને પાડોશીઓને ત્યાં શોધી રહ્યા હતા. એમાં પરબતના ઘરમાં જતાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પાડોશમાં રહેતો પરબત તેમની પુત્રીને પડખામાં લઈ, અડપલાં કરી પોતાની હવસ સંતોષી રહ્યો હતો. પિતાએ બાદમાં પુત્રીને ખખડાવી નાખી હતી અને પુત્રીએ આખી વાત રડતા કકડતા સામે રાખી દેતા નરાધમ પરબતનું પોટલું ખુલી ગયું હતું.

પુત્રીએ પિતાની સામે આખી હકીકત કંઈક આ રીતે રાખી હતી કે તેઓ સૂતા હતા ત્યારે પરબતનો ફોન આવ્યો હતો અને પ્રેમ કરે છે એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો. નરાધમ પરબત આ સગીરાને વાત કરવા માટે ઘરે બોલાવતો હતો. એક દિવસ ઘરમાં કોઈ નહોતું તો પરબતે સગીરાની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને આજે પણ તે એમ જ કરતો હતો. પિતા સમકક્ષ પરબતે 15 વર્ષીય સગીરા ઉપર આચરેલા દુષ્કર્મ બાદ તેના પર ફિટકાર વરસી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments