Homeગુર્જર નગરીરાજકોટ: એક મહિના બાદ દીકરીનાં લગ્ન હતા એ પહેલાં જ કોરોનાએ માતા...

રાજકોટ: એક મહિના બાદ દીકરીનાં લગ્ન હતા એ પહેલાં જ કોરોનાએ માતા અને પિતા બંનને છીનવી લીધા

Team Chabuk-Gujarat Desk: કોરોનાની એક બીજી મોટી અસર એ થઈ રહી છે કે પરિવારના પરિવાર વીંખાઈ રહ્યા છે. કોરોના રાક્ષસ બનીને તેમના પર તૂટી પડ્યો છે. કોઈ કોઈ ઘર તો એવા બન્યા છે જ્યાં પરિવારના મોભીનું પણ અવસાન થયું હોય અને બાદમાં તેમની પત્નીનું પણ અવસાન થતાં સમગ્ર પરિવાર ઘૂંટણીયે પડી ગયો હોય. આવી સ્થિતિ કાંઈ એક જગ્યાએ નથી. ઠેર ઠેર છે. ઘરના ઘર ખાલી થવા લાગ્યા છે. અને આ ઘર ખાલી થવામાં રાજકોટનાં એક પરિવારનો પણ સમાવેશ થાય છે. એક જ દિવસે માત્ર થોડા કલાકોના અંતરમાં જ પતિ અને પત્ની બંનેએ જીવ છોડ્યો છે.

રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અમૃતભાઈ માયાભાઈ રાઠોડ જેમની ઉંમર 47 વર્ષની છે તેઓ ચાર દિવસ પહેલા કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતા અને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જોકે તેમને શરીરમાં યોગ્ય ન લાગતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

19 એપ્રિલના રોજ બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન બાદ તમામ ક્રિયા પતાવી જ્યારે ડાઘુઓ પરત ફર્યા ત્યારે મોડી રાતે અમૃતભાઈના પત્ની લાભુબહેને પણ અંતિમ શ્વાસ લેતા પરિવાર હતો ન હતો થઈ ગયો છે. તેમના પરિવારમાં એક દીકરી છે. જેના એક મહિના બાદ લગ્ન પણ હતા. એક મહિના બાદ ખુશીનો પ્રસંગ હતો જે આજે શોકમાં ફેરવાઈ ગયો છે.

અમૃતભાઈના પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે. ઘરમાં પુત્ર સૌથી નાનો છે. કોરોનાના કારણે તેમનો હસતો રમતો માળો વીખાઈ ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર રાજકોટમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments