Team Chabuk-International Desk: થોડા સમય પહેલા ઈઝરાયલમાંથી કોરોના વાઈરસની નેસ્તાનાબુદીએ સમગ્ર જગતને ઈર્ષ્યા પમાડી હતી. ઈર્ષ્યાનું કારણ એ હતું કે જે દેશમાં કોરોના જેટ સ્પીડથી ફેલાય રહ્યો છે ત્યાંના લોકો પોતાનો દેશ ઈઝરાય જેવો થઈ જાય તેવી કામના કરવા લાગ્યા હતા. ઘણાએ કહ્યું પણ હતું કે, ઈઝરાયલ જેવી સ્થિતિ ક્યારે થશે? જોકે હવે ઈઝરાયલ એક નવા સંકટમાં ફસાયું છે.
ભારતમાં કોરોના વાઈરસે ત્રાહીમામ પોકારાવી દીધું છે. જગ્યાએ જગ્યાએ હાહાકાર મચેલો છે. સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. આ વચ્ચે ઈઝરાયલમાં કોરોનાના નવા સ્ટ્રેને દેખા દેતા ઈઝરાયલની સરકાર દોડતી થઈ ગઈ છે. જેની જાણકારી ઈઝરાયલના સ્વાસ્થ્ય અધિકારીએ આપી હતી. આ સાથે જ બ્રિટન અને આર્યલેન્ડે પણ કહ્યું હતું કે, નવા વેરીએન્ટની તપાસ કરી રહ્યા છીએ.
ભારતીય વેરિએન્ટના 8 કેસ
ઈઝરાયલના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું છે કે, ભારતમાં મળેલા કોરોના વાઈરસના નવા વેરિએન્ટના આઠ કેસ અહીં દાખલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, ગત્ત અઠવાડિયે ઈઝરાયલમાં ભારતથી આવેલા વેરિએન્ટની તપાસ થઈ હતી. જે વિદેશથી આવનારા લોકોમાં દેખાયા હતા.
વેક્સિનની ઓછી અસરકારકતા
સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું છે કે, નવા વેરિએન્ટ પર કોવીડ વેક્સિન પ્રભાવ નથી આપી શકતી. ભારતીય કોરોના વેરિએન્ટની સામે Pfizer/BioNTechની વેક્સિન આંશિક રૂપથી ઓછી પ્રભાવિત છે. મંત્રાલયના મહાનિર્દેશક હેલી લેવીએ કહ્યું છે કે, ફાઈઝર વેક્સિનમાં આની વિરૂદ્ધ પ્રભાવકારિતા ઓછી દેખાઈ રહી છે.
સંભવત: વિશ્વનો પ્રથમ દેશ
ઈઝરાયલની વસતિ 9.3 મિલિયન છે. 81 ટકા લોકો 16 વર્ષથી વધારે વય ધરાવતા છે. જેમને વેક્સિન લાગી ચૂકી છે. આ સાથે જ કોવીડ-19 સંક્રમણ અને હોસ્પિટલમાં ભરતી થવાની ગતિને બ્રેક લાગી ગઈ છે. ઈઝરાયલમાં માસ્ક પહેરીને નિકળવાની જે જરૂરિયાત હતી તેના પર પણ રોક લગાવી દીધી છે. માસ્ક હટાવવાનો આદેશ આપનારો ઈઝારયલ સંભવત: વિશ્વનો પ્રથમ દેશ માનવામાં આવી રહ્યો છે.
ઈઝરાયલમાં કેટલા કેસ ?
વર્લ્ડોમીટર પ્રમાણે ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 357 લોકો કોવીડ-19ની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 6346 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સિવાય 8 લાખ 28 હજાર 902 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. હાલ ઈઝરાયલમાં કુલ 2110 કેસ છે.
જોકે હવે ભારતનો નવો વેરિએન્ટ ત્યાં દેખાતા ઈઝરાયલ આગામી સમયે તેને નાથવા માટે કયા પગલાં લેશે તે જોવાનું રહ્યું. જો વાઈરસ વધારે ફેલાય જશે તો ઈઝરાયલે અગાઉની માફક જનતાને માસ્ક પહેરવાની ફરજ પાડવી પડશે તેમાં બેમત નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત