Homeગુર્જર નગરીરાજકોટના કોલેજિયન યુવકના અંગોનું દાન, ખેડૂત પરિવારનો એકનો એક દીકરો અકસ્માત બાદ...

રાજકોટના કોલેજિયન યુવકના અંગોનું દાન, ખેડૂત પરિવારનો એકનો એક દીકરો અકસ્માત બાદ બ્રેઈનડેડ થયો હતો

Team Chabuk-Gujarat Desk: રાજકોટની કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો ચાર દિવસ પૂર્વે અકસ્માત થતાં તે બ્રેઈનડેડ થઈ ગયો હતો. ત્યારબાદ પુત્ર અન્ય લોકોમાં સદાય જીવિત રહે તે માટે પરિવારજનો દ્વારા પુત્રના અંગોનું દાન કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો. ત્યારે સાર્થક હોસ્પિટલમાં વહેલી સવારે ઓપરેશન કરીને યુવકની બે કિડની, લિવર અને બે આંખનું દાન થતાં અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સાર્થક હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકની મહેનત બાદ સફળ ઓપરેશન કર્યું હતું અને ટ્રાફિક એસીપીએ રાજકોટથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.

ગોંડલના મૌવૈયા ગામે રહેતા હીત શૈલેષભાઈ દૂધાત (ઉ.વ.20) ગત તારીખ 28 મેના રોજ પોતાનું મોટર સાયકલ લઈ જામજોધપુર લગ્ન પ્રસંગે ગયો હતો. જ્યાંથી બાઈક પર ઘરે પરત ફરતી વખતે આવવા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા હીતને માથામાં ગંભીર ઈજા સાથે રાજકોટની સાર્થક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખેત મજુર કરતા પરિવારના એકના એક પુત્ર હીતની ચાર દિવસની સારવાર કારગત નિવડી નહોતી ગઈકાલે રાત્રે ન્યુરો ફીજીશ્યન ડો. જીગર પારેખ, ન્યુરો સર્જન ડો. અંકુર પાંચાલી દ્વારા હીતને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ મૃતક પુત્ર જીવીત રહે તે માટે માતા-પિતાએ તેના અંગેનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

નાનામવા રોડ રાજનગર ચોકમાં આવેલ સાર્થક હોસ્પિટલમાં ડો. અમિત પટેલ, ડો. પુનિત થોરીયા, ડો. વિવેક જીવાણી, ડો. અમીત રૂપાલા, ડો. ધરમ નાણાવટી દ્વારા વહેલી સવારે સતત ત્રણ કલાક સુધી ઓપરેશન કરી હીત પટેલની બે કિડની, લીવર અને બે આંખ કાઢી પ્રીત કોરીડોર મારફત રાજકોટની અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી આપ્યા હતા. હાર્ટનું પમ્પિંગ નબળું પડી જતા ડોનેટ ન કરી શકાયું

ડો. અમિત પટેલ દ્વારા મોડીરાત્રે જ ટ્રાફિક એ.સી.પી. વી.આર. મલ્હોત્રા સાથે વાતચીત કરતા વહેલી સવારથી જ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા ઉભી કરાઈ હતી. ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ મૃતકના અંગોને બાય રોડ રાજકોટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. અને રસ્તામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે ટ્રાફિક એસીપીએ છેક અમદાવાદ સુધી પોલીસનું પાયલોટીંગ પૂરું પાડવામાં આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments