Homeગુર્જર નગરીભાવનગર અને આણંદમાં ગોઝારો અકસ્માત, કુલ 6નાં મોત

ભાવનગર અને આણંદમાં ગોઝારો અકસ્માત, કુલ 6નાં મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતના કારણે અનેક જિંદગીઓ છીનવાઈ રહી છે. ત્યારે આજે ભાવનગરના નવાબંદર રોડ પર અને આણંદમાં વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે.

ભાવનગરમાં અકસ્માતમાં 4નાં મોત

ભાવનગર શહેરના નવાબંદર રોડ પર સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બહાર કાઢવા ફાયર વિભાગની પણ મદદ લેવાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદમાં બેનાં મોત

આણંદમાં બનેલી અકસ્માતની ઘટના અંગે વાત કરીએ તો, વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બંને યુવાનો 15 ફૂટ દૂર ફંગોળાયા હતા. જ્યાં તેઓનું મોત થયું છે. 

મૃતક યુવાનો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી  હોવાનું જાણવા મળ્યું છે અને વઘાસી નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને નોકરી પુરી કરીને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાઇ-વે રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ હતી અને મૃતક બંને યુવાનોના મૃતદેહને PM માટે ખસેડાયા હતા. આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments