Homeદે ઘુમા કેASIA CUP-2022: હોકીમાં ભારતીય ટીમે જાપાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

ASIA CUP-2022: હોકીમાં ભારતીય ટીમે જાપાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

Team Chabuk-Sports Desk: એશિયા કપ-2022માં (ASIA CUP-2022) ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આજે બુધવારે જકાર્તામાં રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે જાપાનની ટીમને 1-0થી હરાવી હતી. ભારતીય ટીમ તરફથી એકમાત્ર ગોલ રાજકુમાર પાલે મેચની સાતમી મિનિટે કર્યો હતો. એશિયા કપ-2022નો ફાઈનલ મેચ કોરિયા અને મલેશિયા વચ્ચે રમાશે.

આગામી વર્ષે યોજાનાર હોકીના વર્લ્ડકપ પહેલા આ ટુર્નામેન્ટ ક્વાલિફાયર ટુર્નામેન્ટ છે. જો કે ભારતીય ટીમ યજમાન ટીમ હોવાથી તેને પહેલાંથી જ વિશ્વકપ માટે ક્વાલિફાય કરી લીધું છે. એશિયા કપમાં લીગ રાઉન્ડમાં ભારતને જાપાન, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા સાથે પુલ-એમાં જગ્યા મળી છે. જ્યારે મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશને પુલ-બીમાં રાખવામાં આવ્યા હતા. સુપર-4માં ભારત ઉપરાંત જાપાન, સાઉથ કોરિયા અને મલેશિયાએ જગ્યા બનાવી હતી.

સુપર ચાર સ્ટેજની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ મલેશિયા સાથે 3-3થી મેચ ડ્રો રહી હતી. ત્રીજા મેચમાં ભારત અને કોરિયા વચ્ચેનો મુકાબલો 4-4થી ડ્રો રહ્યો હતો. જેથી ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વાલિફાય કરી શકી નહતી.

ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં કેપ્ટન મનપ્રીત સિંહ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો હતો. આ ટીમની કેપ્ટનશીપ બીરેન્દ્ર લાકડાએ સંભાળી હતી, પૂર્વ કેપ્ટન સરદારસિંહ કોચની ભૂમિકામાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે એશિયા કપની છેલ્લી સિઝન 2017માં રમાઈ હતી જેમાં ભારતે મલેશિયાને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પર કબ્જો કર્યો હતો. જો કે આ વખતે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments