Homeગુર્જર નગરીરાજકોટ: પિતરાઈભાઈએ જ બહેનને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી

રાજકોટ: પિતરાઈભાઈએ જ બહેનને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી

Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલા અમદાવાદમાં મોટાભાઈએ પોતાની 15 વર્ષની સગીર બહેનની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ધમકી આપી હતી. ગુજરાતમાં આ ઘટનાના શાહીના ડાઘ હજુ શમ્યાં નથી ત્યાં તો રંગીલા રાજકોટમાં પણ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોને લાંછન લાગ્યું છે. રાજકોટમાં ભાઈએ પોતાની પિતરાઈ બહેનને બ્લેકમેઈલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

રાજકોટ શહેરમાં આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે એક સગીરાના માતા પિતાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમની દીકરીઓ ધોરણ બારમાં અભ્યાસ કરે છે. આ ઘટનાનો આરંભ પણ સોશિયલ મીડિયા દ્વારા જ થયો હતો. સગીર છોકરીએ તેના મિત્ર સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વાતચીત કરી હતી. જેના સ્ક્રિનશોટ તેના પિતરાઈ ભાઈએ પાડી પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. ભૌતિક નામના પિતરાઈએ બાદમાં સગીરાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેના પિતરાઈ ભાઈએ તેને કહ્યું હતું કે, હું તને જેમ કહું તેમ નહીં કરે તો મોબાઈલમાં રહેલા સ્ક્રિનશોટ તેના પિતાને બતાવી દેશે. પોલીસ ફરિયાદમાં આ સિવાય જાનથી મારી નાખવાની ધમકી વિશે પણ લખાવવામાં આવ્યું છે. સગીરાનો પિતરાઈ ભાઈ આખરે તેને બળજબરીપૂર્વક મોવડી ચોકડીની ફાઈનાન્સની ઓફિસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ ફરિયાદમાં લખાયેલ છે કે આરોપીએ છ મહિનામાં બે બે વખત દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી છે. પોલીસે હાલ આ સમગ્ર ઘટનામાં વિવિધ કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રંગીલા રાજકોટમાં આવો કિસ્સો પહેલી વખત નથી બન્યો. થોડા સમય પહેલા જ સાવકા પિતઆએ પોતાની બંને પુત્રીઓ પર દુષ્કર્મ આચર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments