Team Chabuk-Gujarat Desk: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામાન્ય જનતાની ચિંતા વધારી રહ્યા છે. વધતા ભાવના કારણે જનતાના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે. આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 28 દિવસમાં 7 રૂપિયા ડીઝલ મોંઘુ થયું છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં પણ 6.90 રૂપિયાનો વધારો થયો છે. 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી બાદ સતત ભાવ વધી રહ્યા છે. વધતા ભાવના કારણે લોકોને વાહન ચલાવવા પણ વિચાર કરવો પડી રહ્યો છે.
કયા શહેરમાં કેટલી કિંમત?
દિલ્હી
પેટ્રોલ 97.22 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ
પેટ્રોલ 103.36 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 95.44 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ
પેટ્રોલ 98.40 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 92.58 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા
પેટ્રોલ 97.12 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 90.82 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલ
પેટ્રોલ 105.43 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 96.65 રૂપિયા પ્રતિ લિટર
રાંચી
પેટ્રોલ 93.13 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 92.86 રૂપિયા પ્રતિ લિટર
બેંગાલુરુ
પેટ્રોલ 100.47 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લિટર
પટના
પેટ્રોલ 99.28 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 93.30 રૂપિયા પ્રતિ લિટર
ચંડીગઢ
પેટ્રોલ 93.50 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ
પેટ્રોલ 94.42 રૂપિયા પ્રતિ લિટર
ડીઝલ 88.38 રૂપિયા પ્રતિ લિટર
ગુજરાતના શહેરોના ભાવ
ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો કરવામાં આવ્યો છે. વડોદરામાં પેટ્રોલમાં 40 પૈસા, ડીઝલમાં 42 પૈસાનો વધારો કરાતાં પેટ્રોલ રૂપિયા 94.02 પ્રતિલિટર અને ડીઝલ 42 પૈસાના વધારા સાથે રૂપિયા 94.63 પ્રતિ લિટરે પહોંચ્યું છે.
સુરતમાં પેટ્રોલ 94 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરાયો છે. સુરતમાં આજે પેટ્રોલનો નવો ભાવ 94.19 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 94.82 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. રાજકોટમાં પેટ્રોલમાં 28 પૈસા, ડીઝલમાં 30 પૈસાનો વધારો કરાયો છે. જેથી રાજકોટમાં પેટ્રોલના ભાવ 93.62થી વધીને રૂ. 93.90 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 94.22 રૂપિયાથી વધીને 94.52 રૂપિયા પ્રતિ લિટર થયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત