Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં મંગળવારે કેનાલ રોડ કુંભારવાડામાં એક આપઘાતની ઘટના બની હતી. અહીં દીપ્તી નામની 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં ચુંદડીની મદદથી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. દીપ્તિના પિતા સંજયભાઈ મજૂરી કામ કરે છે. તેઓ મૂળ પશ્ચિમ બંગાળના છે પણ વર્ષોથી રાજકોટમાં સ્થાયી છે.

તેમની પુત્રી દીપ્તિ એમ.જે.કુંડલિયા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આપઘાતની પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. દીપ્તિ સવારમાં ઉઠી ઉપરના રૂમમાંથી નીચેના રૂમમાં કોલેજ જવા તૈયાર થવા ગઈ હતી. જોકે તે પરત ન આવી તો માતા નીચે ગઈ હતી જ્યાં તેને દીકરી દીપ્તિ લટકતી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પરિવારના મોભી સંજયભાઈ સોનીનું મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જ્યાં તેમને સંતાનમાં દીપ્તિ સિવાય બે પુત્રો છે. પોલીસ પણ કોલેજીયન યુવતીના મૃત્યુ પાછળનું શું કારણ છે તેની તપાસ કરી રહી છે. આપઘાતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આસપાસના રહીશોને પણ દીપ્તિના આપઘાતની ઘટનાના સમાચાર મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત