Homeગુર્જર નગરીવિજયભાઈનું નાક કુંવરજીભાઈએ કપાવ્યું, અહીં કોંગ્રેસે ભાજપના સૂપડા સાફ કરી નાખ્યાં

વિજયભાઈનું નાક કુંવરજીભાઈએ કપાવ્યું, અહીં કોંગ્રેસે ભાજપના સૂપડા સાફ કરી નાખ્યાં

Team Chabuk-Gujarat Desk: રાજકોટ જિલ્લા પંચાયતની બે બેઠક એટલે સાણથલી અને શિવરાજપુર. રાજકોટ એટલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સેન્ટર અને ત્યાં ગઢમાં જ ગાબડા પડી ગયા છે. અહીં ભાજપની જગ્યાએ પંજાનો વિજય થયો છે. આ બંને બેઠક જસદણની છે અને જસદણની જવાબદારી તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હાલમાં જ મંત્રીમંડળથી વિમુખ થયેલા કુંવરજીભાઈ બાવળિયાની છે. અહીં નામ ભલે કુંવરજીભાઈનું હોય પણ ફટકો તો વિજયભાઈને પડ્યો કહેવાય. તેમના જ હોમ ટાઉનમાંથી કોંગ્રેસ સીટી આંચકી ગઈ છે.

પહેલા વાત કરીએ શિવરાજપૂર બેઠકની. અહીં ચૂંટણી થઈ એટલા માટે હતી, કારણ કે કોરોનામાં અહીંના સભ્યનું આકસ્મિક અવસાન થયું હતું. ભાજપમાંથી છગનભાઈ તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુભાઈ મેણિયા મેદાનમાં હતાં. છગનભાઈને 4868 જ્યારે કોંગ્રેસના વિનુભાઈને 5621 મત મળ્યા છે. ભાજપના ઉમેદવારનો અહીં પરાજય થયો છે.

શિવરાજપુરની માફક જ કોરોનામાં સાણથલી બેઠક પરના સભ્યનું અવસાન થયું હતું. જેમાં કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર શારદાબહેનની સામે ભાજપમાંથી રસીલાબહેન ઉતર્યા હતા. અહીં પણ કોંગ્રેસના શારદાબહેનનો વિજય થયો હતો. તેમને 5103 મત મળ્યા છે. જ્યારે સામે રસીલાબહેનને 4868 મત મળ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. જેના કારણે સાણથલી બેઠક જે ભાજપની પાસે હતી તે પણ કોંગ્રેસની પાસે ચાલી જતા હવે બંને બેઠકો પર કોંગ્રેસનો પંજો આવી ગયો છે. બંને નેતાઓ વચ્ચે વિવાદની વાતનો ભુપત બોદરે સ્વીકાર કરી કંઈક આવું નિવેદન આપ્યું હતું, ‘એક બેઠક ઓછી થવાથી કોઈ ફેર પડ્યો નથી. પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા વચ્ચે ચાલી રહેલી આંતરિક લડાઇને કારણે મતદારોએ ક્યાંકને ક્યાંક નારાજગી વ્યક્ત કરી છે. આ ભૂલ અમે સ્વીકારીએ છીએ.’

બીજી બાજુ વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે છે. તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અને રાજકોટની અલગ અલગ સામાજિક સંસ્થાઓનું ઋણ ચૂકવશે. રેસકોર્ષ મેદાનમાં તેમણે રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી.  આ પહેલા પણ તેમણે વીસથી વધારે કાર્યક્રમમાં હાજરી પૂરાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments