Homeતાપણુંગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, જાણો ક્યા વોર્ડમાં કોને કેટલા મત મળ્યા

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો, જાણો ક્યા વોર્ડમાં કોને કેટલા મત મળ્યા

Team Chabuk-Political Desk: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવી છે. પ્રથમ વખત ગાંધીનગર મહાનગરપાલિકાનો સરતાજ ભાજપના શીરે આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠક અને આમ આદમી પાર્ટીના ફાળે 1 બેઠક જ આવી છે. ભાજપે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ગાંધીનગર મનપાની ચૂંટણીના જીતનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આપવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ પરિણામ ભાજપને હાશકારો આપનારું બન્યું છે. હાલ ભાજપમાં દિવાળી જેવો માહોલ છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. વિજયોત્સવમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જીત મેળવનાર ઉમેદવારો

વોર્ડ નંબરવિજેતા ઉમેદવારપક્ષમળેતા મત
વોર્ડ નંબર -1 મીનાબેન સોમાભાઇ મકવાણાભાજપ4198
વોર્ડ નંબર -1 અંજનાબેન સુરેશભાઇ મહેતાભાજપ5227
વોર્ડ નંબર -1 નટવરજી મથુરજી ઠાકોરભાજપ5111
વોર્ડ નંબર -1 રાકેશકુમાર દશરથભાઇ ૫ટેલભાજપ4934
વોર્ડ નંબર -2 પારૂલબેન ભુ૫તજી ઠાકોરભાજપ5407
વોર્ડ નંબર -2 દીપ્તીબેન મનીષકુમાર ૫ટેલભાજપ6223
વોર્ડ નંબર -2 અનિલસિંહ મહોબતસિંહ વાઘેલાભાજપ7082
વોર્ડ નંબર -2 ગજેન્દ્રસિંહ કનુસિંહ વાઘેલાકોંગ્રેસ6070
વોર્ડ નંબર -3 સોનાલીબેન ઉરેનકુમાર પટેલભાજપ4346
વોર્ડ નંબર -3 દિપીકાબેન સવજીભાઇ સોલંકીભાજપ4231
વોર્ડ નંબર -3 ભરતભાઇ મનજીભાઇ ગોહિલભાજપ4087
વોર્ડ નંબર -3 અંકિત અશ્વિનકુમાર બારોટકોંગ્રેસ5598
વોર્ડ નંબર -4 દક્ષાબેન વીક્રમજી મક્વાણાભાજપ6069
વોર્ડ નંબર -4સવિતાબેન હેમતાજી ઠાકોરભાજપ5700
વોર્ડ નંબર -4 ભરતભાઇ શંકરભાઇ દિક્ષિતભાજપ5701
વોર્ડ નંબર -4 જસપાલસિંહ પ્રવિણસિંહ બિહોલાભાજપ6566
વોર્ડ નંબર -5 કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયાભાજપ4544
વોર્ડ નંબર -5હેમાબેન મંથનકુમાર ભટ્ટભાજપ4690
વોર્ડ નંબર -5 કિંજલકુમાર દશરથભાઈ પટેલભાજપ4952
વોર્ડ નંબર -5 પદમસિંહ ભરતસિંહ ચૌહાણભાજપ4624
વોર્ડ નંબર -6 ભાવનાબેન વિક્રમસિંહ ગોલભાજપ4062
વોર્ડ નંબર -6 પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરીયાભાજપ3825
વોર્ડ નંબર -6 ગૌરાંગ રવિન્દ્ર વ્યાસભાજપ4492
વોર્ડ નંબર -6 તુષાર મણીલાલ પરીખઆમ આદમી પાર્ટી3974
વોર્ડ નંબર -7 સોનલબેન ઘનશ્યામસિંહ વાઘેલાભાજપ6394
વોર્ડ નંબર -7 કિંજલબેન દિનેશજી ઠાકોરભાજપ5746
વોર્ડ નંબર -7 પ્રેમલસિંહ પુંજાજી ગોલભાજપ6581
વોર્ડ નંબર -7 શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ પટેલભાજપ6314
વોર્ડ નંબર -8 ઉષાબેન વિષ્ણુજી ઠાકોરભાજપ7270
વોર્ડ નંબર -8 છાયા કાંતીલાલ ત્રિવેદીભાજપ7130
વોર્ડ નંબર -8હિતેશકુમાર પુનમભાઈ મકવાણાભાજપ6282
વોર્ડ નંબર -8 રાજેશકુમાર રાવજીભાઈ પટેલભાજપ7401
વોર્ડ નંબર -9 અલ્પાબેન કૌશિકભાઈ પટેલભાજપ8293
વોર્ડ નંબર -9શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદીભાજપ7063
વોર્ડ નંબર -9 રાજુભાઈ શંકરલાલ પટેલભાજપ7646
વોર્ડ નંબર -9 સંકેત રમેશભાઈ પંચાસરાભાજપ7296
વોર્ડ નંબર -10 મીરાબેન મિનેષકુમાર પટેલભાજપ8635
વોર્ડ નંબર -10 તેજલબેન યોગેશકુમાર વાળંદભાજપ8464
વોર્ડ નંબર -10 મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલભાજપ8637
વોર્ડ નંબર -10પોપટસિંહ હેમતુજી ગોહિલભાજપ8509
વોર્ડ નંબર -11 સેજલબેન કનુભાઈ પરમારભાજપ6814
વોર્ડ નંબર -11 ગીતાબેન ચંદ્રકાંત પટેલભાજપ7326
વોર્ડ નંબર -11 માણેકજી ખોડાજી ઠાકોરભાજપ6496
વોર્ડ નંબર -11 જશવંતલાલ અંબાલાલ પટેલભાજપ6938

ત્રણ વોર્ડમાં પેનલ તૂટી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત જીત મેળવનાર ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરી નાખ્યા છે. કુલ 11 વોર્ડમાંથી 8 વોર્ડમાં ભાજપના આખી પેનલની જીત થઈ છે જ્યારે માત્ર ત્રણ વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે. જેમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ગજેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસના અંકિત બારોટ અને વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના તુષાર પરીખની જીત થઈ છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments