Homeતાપણુંપ્રિયંકા ગાંધીની ધરપકડ: ટ્વીટ કરી નરેન્દ્ર મોદીને પૂછ્યો આ સવાલ

પ્રિયંકા ગાંધીની ધરપકડ: ટ્વીટ કરી નરેન્દ્ર મોદીને પૂછ્યો આ સવાલ

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ગાંધી સિવાય દસ અન્ય લોકોની સામે શાંતિભંગના કારણોસર એફઆઈઆર ફાઈલ કરવામાં આવી છે. જે લોકો પર કેસ ફાઈલ થયો છે તેમાં કોંગ્રેસના નેતા દુપેન્દર હુડ્ડા અને અજય કુમાર લલ્લૂનો સમાવેશ થાય છે.

પ્રિયંકા ગાંધીની લખીમપુર ખીરી જતા સમયે સીતાપુરના હરગામમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમને જે પીએસી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે, તેને જ તેમના માટે અસ્થાયી જેલ ઘોષિત કરી દેવામાં આવી છે.

પ્રિયંકા ગાંધીએ મંગળવાર સવારે ખૂદને એક દિવસ કરતા વધારે અટકાયતમાં રાખવા બદલ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સર, આપની સરકારે મને કોઈ પણ પ્રકારના આદેશ અને પ્રાથમિકી વગર ગત 28 કલાકથી ધરપકડ કરી છે. પણ ખેડૂતોને કચડનારાઓની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી.

આ વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જ્યારે પ્રિયંકા ગાંધીને મળવા માટે લખનઉ પહોંચ્યા, તો તેમને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા. અહીં બઘેલે ત્યાં જ જગ્યા પર બેસી ધરણા શરૂ કરી દીધા હતા. બઘેલે કહ્યું કે, તેઓ સીતાપુર જઈને પ્રિયંકા ગાંધીને મળવા માટે આવ્યા છે. પણ તેમને લખનઉ એરપોર્ટથી બહાર નથી નીકળવા દેવામાં આવી રહ્યા.

આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, આ શરમજનક છે. તેમની સૂર્યોદય પહેલા 4-30 વાગ્યે એક પોલીસ ઓફિસરે ધરપકડ કરી. તેમને જજ સામે રજૂ કરવા હજુ સુધી લઈ જવામાં નથી આવ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments