Team Chabuk-Teach Desk: શું તમારો ફોન બરાબર કામ નથી કરતો ? શું તે વારંવાર હેંગ થઈ રહ્યો છે ? તમને લાગી રહ્યું છે કે, તમારા ફોનની સિસ્ટમ સ્લો થઈ ગઈ છે ? તો આજે અમે જે સેટિંગ બતાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમારો ફોન માખણની જેમ ચાલતો થઈ શકે છે.
જો આપણો ફોન યોગ્ય રીતે કામ નથી કરતો તો ઘણું ટેન્શન રહે છે. ક્યારેક તે એટલું ધીમું થઈ જાય છે કે તમામ કામ અટકી જાય છે. ઘણી વાર સમજાતું નથી કે શું કરવું. આ સિવાય ક્યારેક એવું પણ બને છે કે ફોન જૂનો થતાં જ તે ભરાઈ જાય છે. ફોન ભરાયેલો હોય ત્યારે પણ તે ખૂબ જ ધીમે ચાલવા લાગે છે. અમે અહીં આપણે ફોન રીસેટ કરવાની વાત કરી રહ્યા છીએ.
એન્ડ્રોઇડ ફોન રીસેટ કરવાના ઘણા ફાયદા છે. તેનાથી ફોનને નવી શરૂઆત મળશે અને નકામી એપ્સથી છુટકારો મળશે. જો ફોનમાં કોઈ પ્રકારનો માલવેર હશે તો તે પણ દૂર થઈ જશે. સાથે જ તે ડિવાઇશના સ્ટોરેજને પણ સાફ કરે છે.
ફોનને રીસેટ કરવાનો વિકલ્પ એન્ડ્રોઇડમાં ફેક્ટરી રીસેટના નામથી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં જો તમે ફોનને રિફ્રેશ કરીને તેને નવા જેવો બનાવવા માંગો છો અથવા ફોનને ફરીથી વેચવા માંગો છો, તો આ રીસેટિંગ વિકલ્પ યોગ્ય સાબિત થઈ શકે છે.
જો તમે તમારો ફોન વેચવા નથી માગતા અને ડેટા પણ રાખવા માગો છો તો તમે વધારાના ડેટા ક્લીયર કરી શકો છો. આ ઉપરાંત સેટિંગમાં જઈ એપ્લિકેશન સેટિંગમાંથી પણ ડેટા ક્લીયર કરી શકો છો. જેનાથી તમારા ફોનમાં લોડિંગ ઓછું થશે અને ક્લીક કરતાની સાથે જ એપ્લિકેશન ખુલવા લાગશે. સમયાંતરે ફોનમાં આ સેટિંગ કરતા રહેવું જોઈએ અને સ્ટોરેજ મેનેજ રાખવું જોઈએ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત