Homeદે ઘુમા કે1992ના વિશ્વકપમાં કિરણ મોરેએ એવી કઈ હરકત કરેલી કે મિયાંદાદ દેડકાની જેમ...

1992ના વિશ્વકપમાં કિરણ મોરેએ એવી કઈ હરકત કરેલી કે મિયાંદાદ દેડકાની જેમ ઉછળેલા

Team Chabuk-Sports Desk: 1992નો ઓસ્ટ્રેલિયામાં યોજાયેલો વિશ્વકપ. ઓસ્ટ્રેલિયાના સિડનીના મેદાન પર ભારતે પાકિસ્તાનને 217 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ બેટીંગ દરમ્યાન બે વિકેટ ગુમાવી ચૂકી હતી. વિકેટ કિપર કિરણ મોરે હતા અને સચિનની બોલિંગની પ્રશંસા અને ખેલાડીઓમાં જુસ્સાનો સંચાર કરવા માટે જોરજોરથી બોલી રહ્યા હતા. કિરણની વારંવારની અપીલના કારણે મિયાંદાદ ગુસ્સા થઈ ગયા.

AD

ઓવરની વચ્ચે જ બંનેની વચ્ચે તણાવની સ્થિતિ પણ સર્જાઈ હતી. મિયાંદાદે આ વાતની અમ્પાયર પાસે જઈ ફરિયાદ પણ કરી હતી. સચિન દ્વારા આગામી બોલ ફેંકાયો અને મિયાંદાદ રન લેવા માટે દોડ્યા. બીજો રન દોડી પૂરો કરી રહ્યા હતા ત્યાં કિરણ મોરેએ સ્ટમ્પ ઉડાવી દીધા અને તેમની વિરૂદ્ધ અમ્પાયર સામે રન આઉટની અપીલ કરી. અપીલ જોરદાર હતી. મિયાંદાદને ગુસ્સો આવી ગયો. એ ક્રિઝ પર દેડકાની જેમ ઉછળવા લાગ્યા. એ કિરણ મોરેની નકલ કરી રહ્યા હતા. ભારતે આ મેચ 43 રનથી જીતી લીધી હતી.

AD

કિરણ મોરેએ મિયાંદાદાની આ હરકતને લઈ એક સમયે કહ્યું પણ હતું કે, તેમની ક્રિકેટની કારકિર્દીને આ હરકતે બટ્ટો લગાવ્યો હતો. સ્પોર્ટ્સ કીડા સાથે એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા કિરણ મોરેએ કહ્યું હતું કે, કોઈને પણ એ વિશ્વ રેકોર્ડ યાદ નથી કે મેં એક જ ટેસ્ટમાં 6 ખેલાડીઓને વિકેટ કિપર તરીકે ડિસમિસ કર્યા હતા, પણ બધાને જાવેદ મિયાંદાદવાળો સીન યાદ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments