Homeગુર્જર નગરીલ્યો રાજકોટના નાયબ મામલતદાર આવતીકાલ નિવૃત થવાના હતા અને આજ કોરોના થઈ...

લ્યો રાજકોટના નાયબ મામલતદાર આવતીકાલ નિવૃત થવાના હતા અને આજ કોરોના થઈ ગ્યો

ગોવાબાપાઃ ચાબુક પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે નંદીગ્રામ બેઠકની. નંદીગ્રામમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ માટે શાખની લડાઈ છે. એક તરફ ખુદ મમતા બેનર્જી નંદીગ્રામના મેદાન-એ-જંગમાં છે તો સામે ભાજપમાંથી શુભેન્દુ અધિકારી. આજે તો નંદીગ્રામમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપે પ્રચારમાં તમામ તાકાત લગાવી દીધી હો બાકી. પ્રચારના અંતિમ દિવસે અમિત શાહે ટ્રકમાં સવાર થઈને ભવ્ય રોડ શો કર્યો તો સામે તૂટેલા પગે વ્હીલચેર પર બેસીને મમતા બેનર્જીએ પગપાળા યાત્રા કાઢી. મમતા બેનર્જી તો રવિવારથી જ નંદીગ્રામમાં તંબુ નાખીને બેઠા હતા. સામે ભાજપના દિગ્ગજ નેતા એને દેશના ગૃહમંત્રી પણ નંદીગ્રામમાં રેલી કરવા પહોંચ્યા હતા. મિથુન ચક્રવર્તીએ પણ રોડ શો કરીને શુભેન્દુ અધિકારી માટે પ્રચાર કર્યો હતો. રોડ શો કરવા આવેલા અમિત શાહે ફરીથી વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે બંગાળમાં ભાજપને 200થી વધુ બેઠકો મળશે.

હુમલાની રાજનીતિ

જે દિવસથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ શરૂ થયો છે ત્યારથી કોઈ ને કોઈ છમકલા થઈ રહ્યા છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હુમલા અને મારપીટના સમાચાર અવારનવાર આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ભાજપના નેતા પર હુમલો થયાનું સામે આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડાની કાર પર હુમલો થયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. અશોક ડિંડાએ આરોપ લગાવ્યો છે કે તેઓ જ્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં અશોક ડિંડાને સામાન્ય ઈજા પહોંચી છે અને કારમાં તોડફોડ કરવામાં આવી છે.

ચાબુક આપણા ગુજરાતમાં એટલું તો સારું છે હો કે ચૂંટણી ટાણે એકબીજા ઉમેદવારો મારામારી અને હુમલા સુધી નથી પહોંચી જતા.

ઓનલાઈન ઓફલાઈન મામલે ઝપાઝપી

ચાબુક આ સુરત મનપાની સભા ઓનલાઈન રખાતા વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી આગ બબુલા થઈ ગઈ હતી અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. બજેટની સામાન્ય સભા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન રખાતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારે વિરોધ કર્યો હતો. પાલિકામાં આ મામલે હોબાળો થતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની અટકાયત કરી લેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઝપાઝપી દરમિયાન તેમના એક મહિલા કોર્પોરેટર સહિત બે કોર્પોરેટરોને માર્શલો અને પોલીસના મારથી ઇજા થઈ છે. વિરોધ નોંધાવવા પહોંચેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટેરોએ રામધૂન બોલાવીને પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

કોરોના સાથે વિદાય !

ચાબુક રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. રાજકોટમાં તો નાયબ મામલતદાર હિમાંશુભાઈ રાવલને કોરોના સાથે વિદાય લેવી પડી છે. વાત એમ છે કે રાજકોટમાં જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદાર હિમાંશુ રાવલ આવતીકાલે નિવૃત્ત થવાના હતા અને આજે કોરોના થઈ ગ્યો. જેથી આખી કચેરીનું કામકાજ બંધ કરવું પડ્યું.

દારુ મામલે કેજરીવાલ સરકારનો વિરોધ

દિલ્હીમાં કેજરીવાલ સરકારની નવી દારુ પોલિસી સામે ભાજપે બાયો ચડાવી છે. દિલ્હીમાં ભાજપે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી દારુ નીતિ અંગે કેજરીવાલ સરકાર પર આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા આદેશ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ સરકાર દ્વારા નવી દારુ નીતિ માત્ર આમ આદમી પાર્ટી અને સરકારનું ફંડ વધારવા માટે લાવવામાં આવી છે. આ નવી નીતિથી સરકાર 1 હજાર કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવવાનો પ્લાન બનાવી દેવાયો છે. આદેશ ગુપ્તાએ કહ્યું કે હવે કેજરીવાલ સરકાર પાંચ શાળાઓ ખોલીને લોકોને દારુ પીવાનું પણ શીખવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments