Homeગામનાં ચોરેએક એપ્રિલથી જનતા માથે મોંઘવારીની ઘાત, આ વસ્તુના ભાવમાં થઈ જશે તોતિંગ...

એક એપ્રિલથી જનતા માથે મોંઘવારીની ઘાત, આ વસ્તુના ભાવમાં થઈ જશે તોતિંગ વધારો

Team Chabuk-National Desk: જનતા પર મોંઘવારી નામની ઘાત બેઠી છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી વાહન ચાલકો પરેશાન છે. ગેસ સિલિન્ડરના વધતાં ભાવથી ગૃહિણીઓ તોબા પોકારી ગઈ છે. ખાદ્ય તેલની વધતી કિંમતો પણ આમ આદમીના ખિસ્સા પર ભારણ વધારી રહ્યા છે. ત્યારે હવે 1 એપ્રિલથી અન્ય કેટલીક રોજિંદા જીવનામાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના ભાવ વધવા જઈ રહ્યા છે.

1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાની સાથે જ કેટલીક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થશે. બજેટના નવા નિયમો 1લી એપ્રિલથી લાગુ પડશે જેથી ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થશે. જેની સીધી અસર તમારા બજેટ પર થશે.

કાર અને બાઈકની કિંમત વધશે

1લી એપ્રિલથી કાર અને બાઈક ખરીદવી મોંઘી પડશે. જો તમે કાર અથવા બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે 1લી એપ્રિલથી વધુ નાણા ચૂકવવા પડશે. કંપનીઓએ કાર અને બાઈકની કિંમતમાં વધારો કરવાનું નક્કી કરી લીધું છે. ઘણી બધી કંપનીઓએ વાહનોમાં ભાવ વધારા અંગેની જાહેરાત પણ કરી દીધી છે. આમ પણ કોરોના મહામારીના પ્રવેશ થયા બાદ લોકો જાહેર વાહન વ્યવહારમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેથી પોતાના પ્રાઈવેટ વાહન જેવા કે કાર અને બાઈક ખરીદી રહ્યા છે. આથી કંપનીઓએ કાર અને બાઈકની કિંમતમાં વધારો કર્યો છે.

એ.સી. અને ફ્રીજના ભાવ વધશે

કાળઝાળ ગરમીમાં રાહત આપતી વસ્તુ એટલે એ.સી. અને ફ્રીજ. ગરમીની સિઝન શરૂ થઈ ચુકી છે ત્યારે લોકો એ.સી અને ફ્રીજની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ 1લી એપ્રિલથી ફ્રીજ અને એ.સી. ખરીદવા પર વધુ નાણા ચૂકવવા પડી શકે છે. કાચા માલની કિંમતમાં વધારો થવાથી કંપનીઓએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. બજારમાંથી મળતી માહિતી પ્રમાણે ફ્રીજમાં આશરે બે હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

ટીવીના ભાવમાં વધારો થશે

હાલના સમમાં ટીવી દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. તેવા સમયે 1લી એપ્રિલથી ટીવીના ભાવમાં પણ વધારો જોવા મળશે. આ વર્ષે એક વખત ટીવીના ભાવમાં વધારો જોવા મળી ચૂક્યો છે ત્યારે ફરી પાછો ભાવ વધવાથી લોકોને સીધી અસર થશે. લોકડાઉન બાદ ટીવીના ભાવમાં પહેલાની સરખામણીએ આશરે 4 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. હવે 1લી એપ્રિલથી ટીવી લેવું હશે તો 2 થી 3 હજાર રૂપિયા વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

શું દૂધ પણ મોંઘું થશે

મળતી માહિતી પ્રમાણે 1લી એપ્રિલથી દૂધના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. ખેડૂતો દૂધના ભાવ વધારવાની વાત કરી રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નિર્ણય નથી લેવાયો. ખેડૂતોએ 1લી એપ્રિલથી દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લિટર કરવાની વાત કરી છે. જો આમ થશે તો ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે.

હવાઈ યાત્રા મોંઘી થશે

વિમાનમાં મુસાફરી કરનારાઓને 1લી એપ્રિલથી ભાવ વધારો સહન કરવો પડશે. ડોમેસ્ટિક ફ્લાઈટો માટે વિમાન સુરક્ષા શુલ્ક 160થી વધારીને 200 રૂપિયા સુધીનો કરી દેવામાં આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો શુલ્ક બે ગણો વધારી દેવામાં આવ્યો છે. આથી આ ભાવ વધારાની સીધી અસર હવાઈ મુસાફરી કરનારાઓ પર પડવાનો છે.

એક્સપ્રેસ વે પર યાત્રા કરવી મોંઘી બનશે

વિમાન યાત્રાની સાથે સાથે એક્સપ્રેસ વે પર પણ મુસાફરી કરવી 1લી એપ્રિલથી મોંઘી બનશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઔધોગિક વિકાસ પ્રધિકરણે પહેલાથી જ નવા ભાવને મંજૂરી આપી દીધી છે. આ નવા ભાવ 1લી એપ્રિલથી લાગુ પડવા જઈ રહ્યા છે. જેથી તમારે 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી વધારે ચૂકવવા પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments