Homeગામનાં ચોરેસોનીપતમાં દ્વીમુખી વાછરડું જનમ્યું, લોકો માની રહ્યા છે ચમત્કાર

સોનીપતમાં દ્વીમુખી વાછરડું જનમ્યું, લોકો માની રહ્યા છે ચમત્કાર

Team Chabuk-National Desk: હરિયાણાના સોનીપતમાં એક ગાયે બેમાંથાવાળા વાછરડાને જન્મ આપ્યો. જેને લઈને તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી એટલે જ કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે. જો કે, વિજ્ઞાન આવા કોઈ ચમત્કારમાં માનતું નથી. જાણીતા પશુ ડોક્ટર્સે પણ ચમત્કારની વાતને ફગાવી દીધી છે. ડોક્ટરની મદદથી જ ગાયની પ્રસૂતિ કરાવાઈ હતી. ડોક્ટરનું માનીએ તો બેમાંથાવાળા વાછરડાને જન્મ આપવામાં ગાયને ખુબ મુશ્કેલી પડી હતી

હાલ વાછરડાની હાલત સ્થિર છે પરંતુ તે બચી શકશે કે કેમ તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. કારણ કે બે માથા હોવાના કારણે વાછરડું પોતાની માતાનું દૂધ પીવા માટે અક્ષમ છે. જેથી ગાયના માલિક જ વાછરડાનું ધ્યાન રાખી રહ્યા છે.

એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ ગાયના માલિકે કહ્યું કે, ગાય અચાનક બૂમાબૂમ કરતાં તેમણે ડોક્ટરને બોલાવ્યા હતા. ત્યારબાદ ડોક્ટરે ચેક કરી ગાયની ડિલિવરી કરાવી હતી. ડિલિવરી વખતે પણ ગાયને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે એક સુંદર સફેદ રંગના વાછરડાને જન્મ આપ્યો હતો.

ગાયના માલિકે કહ્યું કે, હાલ આ વાછરડાને અમે જ દૂધ પાઈ રહ્યા છે. આશા છે કે આ વાછરડું જીવી જશે. બેમાંથા વાળા વાછરડાને જોવા પહોંચેલા એક વ્યક્તિએ કહ્યું કે, હું અહીં નજીકમાં જ રહું છું. મને જાણ થઈ કે ગાયે બેમાંથા વાળા વાછરડાને જન્મ આપ્યો છે તો મને પહેલાં તો વિશ્વાસ જ ન થયો. ત્યારબાદ વાતની પુષ્ટી કરવા અહીં પહોંચી ગયો. અહીં આવીને જોયું તો વાછરડાને સાચે જ બેમાંથા હતા. વાછરડું હલી-ચલી રહ્યું હતું. તેને ચાર કાન છે. એક માથું દૂરથી નીર્જિવ જેવું લાગી રહ્યું હતું. તે આંખ પટપટાવી રહ્યું હતું. શરીરથી દૂબળું લાગતું આ વાછરડું જોર જોરથી ભાંભરી પણ રહ્યું હતું. પ્રાર્થના કરીએ કે વાછરડાનો જીવ બચી જાય.

આ વાછરડાનો ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. લોકો ચમત્કારમાનીને અઢળક કોમેન્ટ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક જાગૃત નાગરિકો આવી કોમેન્ટ કરનારા લોકોને અંધશ્રદ્ધામાં ન પડવા અપીલ કરી રહ્યા છે.

આ મુદ્દે જાણીતા પશુધન નીરિક્ષક ( livestock Inspector ) ભાવેશ પોરિયાએ કહ્યું કે, ક્યારેક આનુવાંસિક ફેરફારના કારણે વાછરડું બેમાંથા સાથે જન્મ લેતું હોય છે. આમાં કોઈએ અંધવિશ્વાસ રાખવાની જરૂર નથી કે આ કોઈ ચમત્કાર પણ નથી. ભૂતકાળમાં પણ આવી ઘટના બની ગઈ છે. વાછરડું માત્ર બેમાંથા સાથે જ નહીં ક્યારેક આ જ કારણોસર પાંચ પગ સાથે પણ જન્મતુ હોય છે. પણ તેને ચમત્કાર ન માની શકાય. પાંચ પગવાળા વાછરડાના જીવવાના ચાન્સ વધી જાય છે પરંતુ બેમાંથા વાળા વાછરડાની જીવવાની શક્યતા નહિવત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments