HomeવિશેષMaruti Invicto: મારુતિની સૌથી મોંઘી 8 સીટર કાર લોન્ચ, ઈનોવાને આપશે ટક્કર,...

Maruti Invicto: મારુતિની સૌથી મોંઘી 8 સીટર કાર લોન્ચ, ઈનોવાને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો

Team Chabuk-Auto Desk: મારુતિ સુઝુકીએ આજે ​​સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની નવી 7-સીટર કાર મારુતિ ઈન્વિક્ટો (Maruti Invicto) લોન્ચ કરી છે. સુઝુકી અને ટોયોટા વચ્ચેના કરાર તરીકે વિકસિત આ કાર હાલની ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર બેસ્ડ છે. જોકે કંપનીએ આ કારના લુક અને ફીચર્સમાં ચોક્કસ ફેરફાર કર્યા છે, જે તેને ઈનોવાથી અલગ બનાવે છે. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ, આ MPVની પ્રારંભિક કિંમત 24.79 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ટોચના મોડલ માટે 28.42 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

મારુતિ સુઝુકીએ તાજેતરમાં Invicto માટે સત્તાવાર બુકિંગ શરૂ કર્યું છે, જે કંપનીની પ્રીમિયમ NEXA ડીલરશીપ તેમજ સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકાય છે. કાર બુક કરાવવા માટે તમારે 25,000 રૂપિયાની ટોકન રકમ જમા કરાવવાની રહેશે. કંપનીએ આ કારને કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરી છે, જે સિંગલ એન્જિન વિકલ્પ સાથે આવે છે. મારુતિ સુઝુકીએ તેને 7-સીટર અને 6-સીટર બંને લેઆઉટ સાથે બજારમાં લોન્ચ કરી છે.

maruti suzuki invicto

આ કાર ઇનોવા હાઇક્રોસ જેવી જ છે, પરંતુ અમે ઉલ્લેખ કર્યો છે તેમ તેના એક્સટિરીયરમાં કેટલાક ફેરફારો છે. ફ્રન્ટમાં તેની સ્પ્લિટ ક્રોમ ગ્રિલ અને આકર્ષક LED હેડલેમ્પ્સ સાથે ડે ટાઈમ રનિંગ લાઈટ્સ મળે છે. આમાં ફ્રન્ટ બમ્પરમાં ફોક્સ સ્કિડ પ્લેટ પણ સામેલ કરવામાં આવી છે. તેની સાઇડ પ્રોફાઇલ ઇનોવા જેવી જ છે, પરંતુ તેમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે. આ સિવાય કારના પાછળના ભાગમાં નવી ડિઝાઈનના થ્રી-બ્લોક ટેલલેમ્પ જોવા મળે છે, જે પાતળી ક્રોમ સ્ટ્રીપથી જોડાયેલા છે. તેની કેબિન પણ મોટાભાગે ઇનોવા જેવી જ છે.

મારુતિ ઇન્વિક્ટોને નવી 10.1-ઇંચ ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. આ સિવાય કેબિનમાં ચોરસ એર કંડિશનર (AC) વેન્ટ્સ, HVAC કંટ્રોલ મૂકવામાં આવ્યા છે. આ કારમાં તમને 360-ડિગ્રી કેમેરા, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પેડલ શિફ્ટર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, પાવર ફ્રન્ટ સીટ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ, પાવર્ડ ટેલગેટ, પેનોરેમિક સનરૂફ, લેધર સીટ્સ જેવી સુવિધાઓ પણ મળે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments