Homeગુર્જર નગરીરાજકોટ: પિતાએ 500 રૂપિયા ન આપતા પુત્રએ એસિડ પી આપઘાત કરી લીધો

રાજકોટ: પિતાએ 500 રૂપિયા ન આપતા પુત્રએ એસિડ પી આપઘાત કરી લીધો

Team Chabuk-Gujarat Desk: બાળકોની હઠ આગળ માતા પિતા નમતું જોખી જ દેતા હોય છે, જ્યારે નમતું નથી જોખતા અને સંતાનને ઠપકો આપે છે, ત્યારે સંતાન વધારેમાં વધારે રિસાય જાય છે અથવા તો બે ત્રણ દિવસ વાતો નથી કરતા, પણ રાજકોટમાં (rajkot) પિતાએ (Father) પુત્રને (son) 500 રૂપિયા ન આપતા (not Give 500 Rupees) તેણે આપઘાત (suicide) કરી પરિવારને આક્રંદ કરતું કરી દીધું હતું.

આ ઘટના બની છે શહેરના મોચી બજાર વિસ્તારમાં આવેલ શ્રદ્ધાનંદ વાલ્મિકીવાસમાં રહેતા એક પરિવારની સાથે. અહીં કિશનભાઈના પુત્ર દીપકને પિતાએ પાનસો રૂપિયા ન આપતા એસિડ પી લઈ જીવતર ટૂંકાવી દીધું હતું. માતા પિતાને કલ્પનામાં પણ નહોતું કે તેમનો વહાલસોયો પુત્ર આ પ્રકારનું પગલું ભરશે. દીપકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે અંતિમ શ્વાસ લેતા સિવિલ હોસ્પિટલમાં ગમગમીની છવાઈ ગઈ હતી. પુત્રના આપઘાતથી માતા પિતાએ પોતાના વ્હાલસોયા લાડલાને તો ગુમાવ્યો જ છે પણ આ પરિવારમાં રહેતી ચાર બહેનોએ પોતાનો એકનો એક ભાઈ પણ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ ચોકીના આર.એસ.સાંબડે એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

મૃતકના પિતા આર.એમ.સીના નિવૃત કર્મચારી છે. યુવક અગાઉ સિવિલમાં હંગામી નોકરીએ રહ્યો હતો. એ પછી કોઈ કામધંધો કરતો નહોતો. તેના પરિવારજનોએ જણાવ્યું છે કે તેને નશો કરવાની આદત પડી ગઈ હતી. રોજ નશા માટે પૈસા માગતો હતો. ગઈકાલે બપોરના સમયે પણ તેણે પિતા પાસેથી 500 રૂપિયા માગ્યા હતા. પિતાએ ના પાડી દેતા પુત્રએ એસિડ પીધું હોવાની શક્યતા છે, કારણ કે પિતાનો ઠપકો અને 500 રૂપિયા ન આપવા એ મુખ્ય કારણ છે કે અન્ય કોઈ? તે દિશામાં પોલીસે સત્યતા જાણવા તપાસ આરંભી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments