Homeગામનાં ચોરેઆ સાધુની ઉંમર 100 વર્ષની અને હ્રદય 25 વર્ષના યુવાન જેવું

આ સાધુની ઉંમર 100 વર્ષની અને હ્રદય 25 વર્ષના યુવાન જેવું

Team Chabuk-National Desk: 100 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા સાધુ મહારાજનું હ્રદય 25 વર્ષના યુવાન જેવું ધબકે છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે આટલી ઉંમરે આ સાધુને બ્લડ પ્રેશર કે શુગર જેવી કોઈ પણ જાતની બીમારી નથી. થોડા સમય પહેલા રાત્રિના મૂંઝારો થતો હોય તેની ફરિયાદ ડોક્ટરને તેઓએ કરી હતી. કાર્ડિયોલોજીસ્ટે જ્યારે આ સંતની એન્જીયોગ્રાફી કરી તો તે દંગ રહી ગયા હતા. તેમણે જોયું કે સાધુનું હ્રદય કોઈ યુવાનની માફક ધબકી રહ્યું હતું.

આ સંત મૂળ સીતાપુરના સિંધોલીના રહેવાસી છે. હાલ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રહેતા ચંદ્રિકા પ્રસાદ મિશ્રા ઉર્ફ મૌની મહારાજના નામથી તેઓ ખ્યાતિ પ્રાપ્ત છે. તેમનો જન્મ ત્રીજી માર્ચ 1890માં થયો હતો. અર્થાત્ સાધુ મહારાજની કુલ ઉંમર તો 131 વર્ષની થાય છે. તેમના આધારકાર્ડમાં પણ આ જ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ વર્ષના આયુષ્યથી જ તેમણે તપશ્ચર્યા કરવાનો આરંભ કરી દીધો હતો. તેમના જીવન પરિચયનું વિવરણ કરતી પુસ્તિકામાં લખવામાં આવ્યું છે કે તેમણે બદ્રીનાથ, કેદારનાથ, અમરનાથ પર અખંડ તપશ્ચર્યા કરી હતી. બુંદેલખંડ સહિત દેશભરમાં તેમના અસંખ્ય શ્રદ્ધાળુઓ આજે પણ છે.  

તેઓ સતત એકથી બીજી જગ્યાએ વિચરણ કરતા રહ્યા હતા. શરૂઆતથી સાત્વિક જીવન જીવવાના આગ્રહના કારણે તેમને આટલી ઉંમરે પણ ન તો ડાયાબિટીસ છે, ન તો બ્લડપ્રેશરની સમસ્યા છે. થોડા સમય પહેલા મહારાજને મૂંઝારો આવવાની સમસ્યા થઈ હતી. તેમની સારવાર માટે કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર આલોક શર્મા આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ મૌની મહારાજની ઉંમર ડોક્ટરોને જણાવી તો તેઓ ચોંકી ગયા હતા. એન્જીયોગ્રાફીમાં મૌની મહારાજનું હ્રદય 25 વર્ષના યુવાન જેવું ધબકતું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. આટલી ઉંમરમાં પણ તેમના હ્રદયની નસો બિલકુલ સ્વસ્થ છે.

તેમની આસપાસના શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે મૌની બાબા હંમેશાં સાત્વિક જીવન જીવે છે. પહાડ પર તપશ્ચર્યા દરમ્યાન શુદ્ધ હવા, શુદ્ધ જળ ગ્રહણ કર્યું છે. હંમેશાં બ્રહ્મમુહૂર્તમાં જ ઉઠે છે. નિયમિત વ્યાયામ કરે છે. મૌની મહારાજના જીવન વિશે તેમના શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે, સાત્વિક જીવન જીવવાથી જ આ ઉંમર સુધી કશું થતું નથી અને વય પણ વધે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments