Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટ શહેરમાં બે-ત્રણ દિવસથી એક નામાંકિત હોટલના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. જે પ્રકારે ચર્ચા થઈ રહી છે તે પ્રકારે રાજકોટ શહેરની ફાઈવ સ્ટાર હોટલનો આ વીડિયો છે અને વીડિયોમાં અર્ધનગ્ન હાલતમાં ડાન્સ કરી રહેલી યુવતી કોઈ જાણીતી અભિનેત્રી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની નામાંકિત હોટલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી રહ્યો છે. વાઇરલ થયેલા આ વીડિયોએ ખૂબ જ ચર્ચા જગાવી છે.
હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ ખાનગી ઢબે તપાસ કરવામાં આવી હોવાના સમાચાર પણ સૂત્રો પાસેથી મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી નામાંકિત વૈભવી હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડીને બોલિવૂડ તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે. સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ સિરીયલની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજકોટ શહેરની જાણીતી હોટલનો વીડિયો વાઇરલ#rajkot #ViralVideo pic.twitter.com/S102UCnWMi
— thechabuk (@thechabuk) September 30, 2021
આ નામાંકિત અને શહેરના મધ્યમાં આવેલી હોટલમાં જે પ્રમાણે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. અગાઉ પણ આ હોટલ ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી તેમજ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી અંતર્ગત વિવાદોમાં સપડાઈ ચૂકી છે. ત્યારે ફરી એક વખત આ ફાઈવ સ્ટાર હોટલ એક વાઇરલ અશ્લી ડાન્સના વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. વાયરલ થયેલો વીડિયો હોટલની સામેથી કોઈ વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી ડાન્સ કરી રહી હોવાનું નજરે પડે છે. ડાન્સ કરી રહેલી યુવતી અર્ધનગ્ન હાલતમાં જોવા મળી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાણીતી ટીવી ચેનલમાં પ્રસારિત થતી સિરીયલની એક ટીવી અભિનેત્રી આ હોટલમાં તાજેતરમાં રોકાઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નામાંકિત અભિનેત્રી દ્વારા જ આ પ્રકારનો અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
જે પ્રકારે નામાંકિત હોટલનો વીડિયો વાયરલ થયો છે ત્યારે હોટલમાં રૂમ કોણે બૂક કરાવ્યો હતો? રૂમ બુક કરાવ્યા બાદ તે હોટેલના રૂમમાં કેટલાક વ્યક્તિઓ હાજર હતા? તે અંગે હજુ સુધી કોઇ ચોક્કસ માહિતી સામે આવી નથી. હોટલને બદનામ કરવા કોઈએ આ પ્રકારનો વીડિયો ઉતારીને વાઇરલ કર્યો છે કે કેમ તે પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. જો કે, આ મામલે હોટલ સંચાલકો દ્વારા પણ કોઈ વાત કહેવામાં નથી આવી કે હજુ સુધી કોઈ ફરિયાદ પણ નોંધાવવામાં નથી આવી. ત્યારે ખરેખર આ વીડિયોની હકીકત શું છે તે બહાર આવવું જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો