Team Chabuk-Gujarat Desk: રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ જંગલમાં હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. લીવ ઈન રીલેશનમાં રહેતી યુવતીના આડા સંબંધના કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. જેને લઈને મનસુખે પોતાના મનમાં પત્ની ઉર્મિલાની હત્યા કરવાનું નક્કી કરી લીધુ હતું.
તપાસમાં સામે આવ્યું છે કે, બંને ગત આઠ તારીખના જૂનાગઢ આવ્યા હતા. આરોપી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ લઈ આરોપીએ ઉર્મિલાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપી પરત ઘરે આવી ગયો હતો.
ઘરે મનસુખ પોતે એકલો જોવા મળતો હતો, જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. જેને લઈ માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી. અરજીના આધારે રાજકોટ પોલીસે તપાસ કરતા સમગ્ર વિગત બહાર આવી હતી.
મનસુખનું લોકેશન મેળવી તેની પૂછપરછ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન ઉર્મિલાની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી રાજકોટ પોલીસ આરોપીને સાથે લઈ જૂનાગઢ આવી હતી અને જૂનાગઢ પોલીસની મદદથી મૃતદેહની શોધખોળ કરી હતી. જ્યારે પોલીસ મૃતદેહવાળી જગ્યાએ પહોંચી તો પોલીસની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે, ઉર્મિલાના મૃતદેહનો એક હાથ દીપડો ખાઈ ગયો હતો. એટલું જ નહીં મૃતક યુવતી ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું.
હાલ પોલીસે ઉર્મિલાને માતાની ફરિયાદના આધારે આરોપી મનસુખની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાના આરોપી મનસુખનું નામ અગાઉ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યું છે અને પાસામાં જેલની હવા પણ ખાઈ ચુક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
