Homeગુર્જર નગરીસફળતા: વાત પ્રાથમિકથી લઈ MBBS સુધીનો અભ્યાસ સરકારી શાળામાં જ કરી સફળતા...

સફળતા: વાત પ્રાથમિકથી લઈ MBBS સુધીનો અભ્યાસ સરકારી શાળામાં જ કરી સફળતા મેળવનારા સોનલ બહેનની

Team Chabuk-Gujarat Desk: સરકારી કન્યા છાત્રાલયના ખાત મુહુર્ત પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રવાસે આવેલા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારે આદર્શ નિવાસી કન્યા શાળા પોરબંદરની વિવિધ ક્ષેત્રે આગળ વધેલ પૂર્વ વિધાર્થિનીઓને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પૂર્વ વિધાર્થિની મેડીકલ ઓફિસર ડો. ચાવડા સોનલ બહેને આદર્શ નિવાસી શાળામાં મળેલ શિક્ષણ વિશે પોતાના મંતવ્યો રજુ કરી ભાવુક થયા હતા. સામાન્ય પરિવારમાથી આવતા ડોકટર સોનલ બહેને કહ્યુ કે, મે પ્રાથમિક શિક્ષણ લઇને એમબીબીએસ સુધીનો અભ્યાસ સરકારી શાળા કોલેજમાં કર્યો છે. પોરબંદર સ્થિત આદર્શ નિવાસી શાળા મારા માટે મંદિર સમાન છે. ધો. ૮થી૧૦ સુધીનો અહીંથી અભ્યાસ કર્યા બાદ મેડિકલ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા અહીંથી મને મળી હતી.

મારા પિતા શ્રમિક છે, ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ શક્ય જ ન હતો, પરંતુ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના કારણે ડોકટર બનવાનું મારું સ્વપ્ન સાકાર થયું છે. વિધાર્થિઓ સરકારી શાળામાં ભણીને પણ પોતાના ધ્યેયો હાંસલ કરી શકે છે. આ પ્રસંગે ડો. સોનલ બહેનના પિતા નાથાભાઇએ કહ્યું કે, દીકરીને ડોકટર સુધીનો અભ્યાસ પુર્ણ કરાવવો મારા માટે શક્ય ન હતું, પરંતુ સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાથમિકથી મેડિકલ સુધી શિક્ષણ મળતા અમારા પરિવારનુ સ્વપ્ન સાકાર થયું છે.    

હાલ ભાણવડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા સોનલ બહેન સામાન્ય પરિવારની દિકરીઓ માટે આદર્શ સમાન છે. મેડિકલ, વિદેશ અભ્યાસ સહિત ઉચ્ચ શીક્ષણ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા વિધાર્થીઓ માટે રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ ઉપયોગી બની રહી છે.   

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments