Homeગુર્જર નગરીરાજકોટ-જામનગર હાઇવે પર છાતીના પાટિયા બેસી જાય તેવી ગંભીર અકસ્માત, સાસુ-જમાઈ સહિત...

રાજકોટ-જામનગર હાઇવે પર છાતીના પાટિયા બેસી જાય તેવી ગંભીર અકસ્માત, સાસુ-જમાઈ સહિત એક બાળકનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ-જામનગર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ગોઝારી ઘટનામાં સાસુ-જમાઇનાં ઘટનાસ્થળે મોત થયાં છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

જામનગરનો પરિવાર હોન્ડા સિટી કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટિયા પાસે આવેલી આશાપુરા હોટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં કારનો ભુક્કો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે પર જ કારમાં સવાર પાંચ પૈકી બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં એક બાળકનું મોત થયું છે.

મૃતકોમાં સાસુ-જમાઈ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળક અને એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયાં છે. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments