શૈલેષ નાઘેરાઃ સુત્રાપાડા નગરપાલિકાના ભાજપના નગર સેવક યુનુસ મલેકને પાર્ટીમાંથી બરતરફ કરી દેવાયા છે. પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ યુસુફ મલેકને બરતરફની નોટિસ ફટકારી છે. યુસુફ મલેક સુત્રાપાડા નગરપાલિકામાં ભાજપના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છે. યુસુફ મલેકના બંને પુત્રો પર કોમી તણાવ સર્જવાનો આરોપ લાગ્યા બાદ મલેકને સસ્પેન્ડ કરવાની માગણી ઉઠી હતી.

સુત્રાપાડા વિહિપ અને બજરંગદળે ભાજપના કાઉન્સિલરનું રાજીનામુ માગ્યું હતું.. વિહિપ અને બજરંગ દળે આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો હતો અને કાઉન્સિલરને પદ પરથી હટાવવાની માગણી કરી હતી. સાથે જ ભાજપમાંથી પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. અત્યાર સુધીમાં આ મુદ્દે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સિરાઝ યુનુસ મલેક, શાહબુદ્દીન યુનુસ મલેક, અરબાઝખાન રસુલખાન પઠાણ અને જાહીર ઉર્ફે માહિર જહાંગીર મલેક સમેલ છે.
આરોપી સિરાઝ યુનુસ મલેક અને શાહબુદ્દીન યુનુસ મલેક સુત્રાપાડા શહેરના વોર્ડ નંબર-2ના નગરસેવક યુનુસ મલેકના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે, રામનવમીની પૂર્વ સંધ્યાએ હિન્દુ સંગઠનો અને સમાજના લોકોએ રામનવમીની તૈયારી કરી લીધી હતી. જેમાં સુત્રાપાડા શહેરમાં ઠેર ઠેર ધ્વજા તેમજ ભગવાન રામના પોસ્ટર લગાવ્યા હતા. જોકે, આરોપીએ આ પોસ્ટર ફાડતા વિવાદ સર્જાયો હતો અને હિન્દુ સંગઠન તેમજ સમાજમાં આરોપી પ્રત્યે રોષની લાગણી ફેલાઈ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત