Homeગામનાં ચોરેયુપીમાં સાત લોકોએ પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા ધરપકડ, દેશદ્રોહનો કેસ ફાઈલ થશે

યુપીમાં સાત લોકોએ પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા ધરપકડ, દેશદ્રોહનો કેસ ફાઈલ થશે

Team Chabuk-National Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં, 24 ઓક્ટોબરના રોજ યોજાયેલા મેચમાં, પાકિસ્તાનની જીત અને ભારતના પરાજયની ઉજવણી કરવા પર તથા પાકિસ્તાન સમર્થિત નારાઓ લગાવનારા પાંચની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મોટી કાર્યવાહી કરતા પાંચ જિલ્લાઓમાંથી સાત લોકોની ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, મેચમાં પાકિસ્તાન જીતતા જશ્ન મનાવનારાઓ ઉપર દેશદ્રોહનો કેસ ફાઈલ કરી કાર્યવાહી કરવામાં આવશે.  

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 24 ઓક્ટોબરના રોજ રમાયેલી ટી ટ્વેન્ટી મેચમાં ભારતને પરાજય વહોરવાનો વારો આવ્યો હતો. એવામાં ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ફટાકડા ફોડીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની પોલીસે કાર્યાવાહી કરતા સાત લોકોની ધરપકડ કરી છે. એક આરોપી બદાયૂંનો છે. 24 ઓક્ટોબરના રોજ તેણે ફેસબુક પર પાકિસ્તાનના સમર્થનમાં પાકિસ્તાનના ઝંડાની પોસ્ટ અપલોડ કરી ઉજવણી કરી હતી.

અન્ય એક આરોપી બરેલીના ઈજ્જતનગર પોલીસ ક્ષેત્ર વિસ્તારનો છે. આરોપ છે કે તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પાકિસ્તાની ખેલાડીનું સમર્થન કર્યું હતું અને ભારતીય ક્રિકેટ ટીમના વિશે અપશબ્દ લખ્યા હતા. આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશનમાં ફાઈલ થયેલા કેસ પર આ વ્યક્તિ પર આરોપ લાગ્યો છે કે, તેણે ભારતનો પરાજય થતા પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

રાજસ્થાનની શિક્ષિકા

ઉલ્લેખનીય છે કે મેચની રાત્રે, રાજસ્થાનના ઉદયપુરની શિક્ષિકાએ પણ પાકિસ્તાનનું સમર્થન કરતું વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતી. એ પછી શિક્ષિકાને નોકરી પરથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું. શિક્ષિકા નફીસા અટારી રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી નીરજા મોદી શાળામાં ભણાવતી હતી. તેણે પાકિસ્તાન જીતતા વોટ્સએપ પર સ્ટેટસ રાખ્યું હતું. નફીસાએ વોટ્સએપ સ્ટેટસમાં પાકિસ્તાની ખેલાડીઓની તસવીર રાખી લખ્યું હતું કે, ‘વી વોન.’ પાકિસ્તાનની જીતની ઉજવણીનું સ્ટેટસ જોઈ એક અભિભાવકે તેને સવાલ પૂછ્યો હતો કે, શું તે પાકિસ્તાનનું સમર્થન કરે છે? તો તેણીએ હામાં જવાબ આપ્યો હતો. એ પછી વોટ્સએપ સ્ટેટસ વાઈરલ થવા લાગ્યું હતું. વાઈરલ થયેલા આ સ્ક્રિનશોટ બાદ શાળા પ્રશાસને કડક એક્શન લેતા શિક્ષિકાને નોકરીમાંથી કાઢી મૂકી હતી. નોકરીમાંથી કાઢી મૂકી તેનું પ્રમાણ પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યું છે અને હવે શિક્ષિકાએ તેનો સોશિયલ મીડિયા મારફતે ખુલાસો પણ કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments