Homeગામનાં ચોરેજીતના જશ્નમાં ગળાડૂબ પાકિસ્તાની પ્રશંસકોએ ભડાકા કરતા સબ ઈન્સ્પેક્ટર સહિત 12 ઘાયલ

જીતના જશ્નમાં ગળાડૂબ પાકિસ્તાની પ્રશંસકોએ ભડાકા કરતા સબ ઈન્સ્પેક્ટર સહિત 12 ઘાયલ

Team Chabuk-International Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં રવિવારની રાતે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટથી પરાજય આપ્યો હતો. આ જીત બાદ પાકિસ્તાન ઉત્સાહમાં હતું અને ભરપૂર જશ્ન મનાવવામાં આવ્યો. ઉત્સાહના અતિરેકમાં પાકિસ્તાનની જનતા હોશ ગુમાવી બેઠી હતી અને ભડાકા પર ઉતરી આવી હતી.

ઈસ્લામાબાદ, કરાંચી, રાવલપિંડી જેવા મોટા શહેરોમાં જનતાની ભીડ એકઠી થઈ હતી. જેમાં હવાઈ ફાઈરિંગ પણ કરવામાં આવી હતી. પાકિસ્તાનની રાજધાની કરાંચીમાં થયેલા ફાયરિંગ બાદ બાર લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગોળી લાગવાના કારણે એક સબ ઈન્સ્પેક્ટર પણ ઈજાગ્રસ્ત થયો છે.

કરાંચીના ઓરંગી ટાઉનના સેક્ટર-4માં અને 4K ચૌરાંગીમાં જીતની ઉજાણીના ભડાકાથી બે લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુલશન-એ-ઈકબાલમાં ફાયરિંગમાં સામેલ લોકોની વિરૂદ્ધ ઓપરેશન દરમ્યાન એક સબ ઈન્સ્પેક્ટરને પણ ગોળી વાગી ગઈ હતી. આ સિવાય સચલ ગોઠ, ઓરન્ગી ટાઉન, ન્યૂ કરાંચી, ગુલશન-એ-ઈકબાલ અને મલીરમાં પણ હવાઈ ભડાકા થયા છે. અહીં પણ લોકો ઘાયલ થયાના બનાવો સામે આવ્યા છે.

ભારત પર મેળવેલી જીત બાદ પીસીબીના ચીફ રમીઝ રાજાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, આ પ્રથમ જીત છે અને સૌથી યાદગાર પણ છે. અમારા માટે આ ગર્વની ક્ષણ છે. જે માટે સમગ્ર ટીમને ધન્યવાદ. આ યાદગાર સફરની શરુઆત છે.

ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પોતાના પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનની વિરૂદ્ધ દસ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને આ મેચમાં ભારતને 151 રન પર અટકાવ્યા બાદ એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પાર કરી લીધું હતું. પાકિસ્તાન માટે બોલિંગમાં શાહીન શાહ અફ્રિદી અને બેટીંગમાં બાબર-રિઝવાનની જોડીએ કમાલ કરી દીધો હતો. ત્રણ ખેલાડીઓની સહાયતાથી જ પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. શાહીનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રથમ વખત છે કે ભારતીય ટીમ વિશ્વકપમાં પાકિસ્તાનની સામે હારી છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજી વખત ભારત પાકિસ્તાન સામે હાર્યું છે.

તાજેતાજો ઘાણવો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments