Homeગુર્જર નગરીરાજકોટ: ઓરકેસ્ટ્રા સિંગરના પ્રેમમાં ઢબૂક ઢબૂક ઢોલ વગાડવા ઈચ્છતો ઢોલી જેલમાં પહોંચી...

રાજકોટ: ઓરકેસ્ટ્રા સિંગરના પ્રેમમાં ઢબૂક ઢબૂક ઢોલ વગાડવા ઈચ્છતો ઢોલી જેલમાં પહોંચી ગયો

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં આશિક મિજાજીઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જેમાં પરણિતા કે સગાઈ કરનારી યુવતીની પજવણી કરી તું મારી નહીં તો કોઈની નહીં દિશામાં આવા ઈશ્કદાધારિંગાઓ ન ભરવાના પગલાં ભરતા હોય છે. અમદાવાદ શહેરમાં સગાઈ કરી લેનારી એક યુવતીને ધમકીભર્યા મેસેજ આપી, સગાઈ તોડી નાખવાનું કહેતા આવા જ એક આશિકની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ એક તરફી પ્રેમમાં ઘેલા થયેલા આ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને મેસેજ કરી તેની પજવણી કરનારો યુવક ઢોલી છે. તેનું નામ છે કાસમ ઈકબાલભાઈ ધુંઢીયા. યુવતી ઓરકેસ્ટ્રા સિંગર હોય જામખંભાળિયાના એક કાર્યક્રમમાં બંનેનો પરિચય થયો હતો. બે વર્ષ પહેલા કાસમના અન્ય યુવતી સાથે પણ લગ્ન થયા હતા. જેથી યુવતીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. સંબંધો તોડતા ઢોલી ગુસ્સામાં આવી ગયો હતો અને યુવતીને બિભત્સ મેસેજ કરતો હતો. યુવતીએ મોબાઈલ બંધ કરી દેતા તેના ઘરે આવી ઢોલી લગ્ન કરવાનું કહી ધમાલ મચાવતો હતો.

પ્રેમના ઢબૂક ઢબૂક ઢોલ વગાડવા મથતો ઢોલી યુવતીની સગાઈ થઈ જતાં ઘાંઘો થઈ ગયો હતો અને યુવતીને સગાઈ તોડી નાખવા માટે દબાણ કરતો હતો. યુવતીના મંગેતરનો મોબાઈલ નંબર મેળવી તેને સગાઈ તોડી નાખવાના મેસેજ કરતો હતો. જો યુવતીનો મોબાઈલ બંધ હોય તો ભાભીને ધમકીભર્યા મેસેજ કરતો હતો. આખરે પોલીસે આ ઢોલીને પકડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments