Homeગુર્જર નગરીવલસાડ: પશ્ચિમ બંગાળની પ્રેમિકાને ગુજરાત લાવેલ બિહારના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત

વલસાડ: પશ્ચિમ બંગાળની પ્રેમિકાને ગુજરાત લાવેલ બિહારના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે જામનગરના એક અંતરિયાળ ગામમાં રહેતા મધ્યપ્રદેશના યુવકે પત્નીના વિરહમાં પાકમાં છાંટવાની દવા ગટગટાવી લીધી હતી અને હવે ગુજરાતમાં વધુ એક પરપ્રાંતિય યુવકનો અકસ્માતનો બનાવ બન્યો છે. આ યુવક અને તેની સાથેની યુવતી બંને પ્રેમી પંખીડા હતા. પશ્ચિમ બંગાળથી ભાગી વલસાડના વાપીમાં આવ્યા હતા. પણ રોડ ક્રોસ કરવા જતાં યુવકનું ટ્રકની અડફેટે અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થયું હતું.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પશ્ચિમ બંગાળની યુવતીને બિહારમાં રહેતો તેનો પ્રેમી મહમ્મદ તંજિલ 10 જુલાઈના રોજ ભગાડી ગુજરાતમાં આવ્યો હતો. ગુજરાતમાં બંનેનો ઉતારો વલસાડનું વાપી બન્યું હતું. અહીં યુવકને ખાનગી કંપનીની બાંધકામની સાઈડમાં નોકરી મળતા છૂટક મજૂરી કરતો હતો અને ઝૂંપડામાં રહેતા હતા.

બે વર્ષ પહેલા આ મહિલાના અન્ય એક યુવક સાથે લગ્ન થયા હતા. જોકે મહિલાને બિહારના મહમ્મદ સાથે પ્રેમ સંબંધ હોય તેણી ચાર વર્ષથી ઘરે જતી નહોતી. 10 જુલાઈનાં રોજ પોતાના પરિવારને જાણ કર્યા વગર તે ગુજરાત પોતાના પ્રેમી સાથે ભાગી આવી ગઈ હતી. આ યુવકનો એક મિત્ર હતો જેણે આ આ યુવકને બાંધકામની સાઈડ પર નોકરીએ રાખ્યો હતો.

તારીખ 2 ઓગસ્ટની સાંજે ધરમપુર ચોકડી ખાતે તે પોતાની પ્રેમિકા સાથે રોડક્રોસ કરી રહ્યો હતો. એ દરમ્યાન વાપીથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રકની અડફેટે યુવકનું કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું. બીજી બાજુ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને 108ની મદદ વડે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ પ્રેમી પંખીડાઓ એક થવા પોત પોતાના વતનથી ભાગ્યા હતા, પણ કુદરત આ ઘટનાને કરુણ વળાંક આપ્યો હતો.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments